પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટીસ કરતા થાણેના યુવકનું મોત
ચક્કર આવી ગયાં અને બેશુદ્ધ બન્યો
અસહ્ય ગરમીને લીધે જાલના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં યુવાન ફસડાઇ પડયો
મુંબઇ : પોલીસ ભરતી માટે જાલના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં દોડવાની પ્રેક્ટીસ કરતા થાણેના ૨૧ વર્ષીય યુવક આકાશ ઇટકરનું મોત થયું હતું. આગ વર્ષાવતી અસહ્ય ગરમીમાં દોડતી વખતે તે અચાનક ફસડાઇ પડયો હતો અને થોડી ક્ષણોમાં તેનું મૃત્યુ થયું હતું.
જાતના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં જુદી જુદી એકેડેમીઓ તરફથી રાજ્યભરમાંથી આવતા યુવકોને પોલીસ ભરતી માટે તૈયાર કરવામાં આવે છે. સુરેશ ઇટકર પોતાના મિત્રો સાથે સ્ટેડિયમમાં દોડવાની પ્રેક્ટીસ કરતો હતો ત્યારે ચક્કર આવતા બેશુદ્ધ થઇ પડી ગયો હતો. તેના દોસ્તો તરત જ તેને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કદીમ પોલીસ સ્ટેશને આ બનાવ અંગે આકસ્મીક મૃત્યુની નોંધ કરી છે.