થાણેની મહિલાએ શેર ટ્રેડિંગ ફ્રોડમાં રૃ.1.85 કરોડ ગુમાવ્યા
ઓનલાઈન છેતરપિંડીની વધુ એક ઘટના
વોટ્સએપ ગુ્રપમાં સામેલ કરી જુદી જુદી લિંક્સ મોકલી પૈસા પડાવ્યા
મુંબઈ- થાણેમાં સાયબર ઠગ ટોળકીએ ૪૭ વર્ષીય મહિલાને શેર ટ્રેડીંગમાં રોકાણ પર ઉચ્ચ વળતર આપવાની લાલચ આપી રૃ.૧.૮૫ કરોડની છેતરપિંડી કરી હતી એમ પોલીસે શનિવારે જણાવ્યું હતું.
મહિલાની ફરિયાદના આધારે કાસરવડવલી પોલીસ સ્ટેશનમાં ઈન્ફોર્મેશન ટેકનોેલોજી (આઈટી) એકટની સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવામા આવ્યો હતો.
એક અધિકારીએ કહ્યું હતું કે 'આરોપીઓએ ઓક્ટોબર ૨૦૨૪માં મહલાનો સંપર્ક કર્યો હતો. તેને જુદા જુદા વોટ્સએપ ગુ્રપમાં સામેલ કરી શેર ટ્રેડીંગમાં રોકાણ પર ઉચ્ચ વળતરના સ્વપ્ન દાખવ્યા હતા.
સાયબર ઠગ ગેંગે મહિલાને વિવિધ લિંકસ મોકલી હતી. જેના દ્વારા મહિલાએ ગયા વર્ષે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ઓનલાઈન રૃ.૧.૮૫ કરોડની ચૂકવણી કરી હતી. પરંતુ પીડિતાનો તેના રોકાણ પર વળતર મળ્યું નહોતું.
આથી છેતરપિંડી થઈ હોવાનું જણાતા મહિલાની પોલીસનો સંપર્ક કર્યો અને મામલાની જાણ કરી હતી. પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.