Get The App

થાણે મ્યુ. કોર્પો. આર્થિક સંકટમાં, કર્મચારીઓને પગાર માટે પૈસા નથી

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
થાણે મ્યુ. કોર્પો. આર્થિક સંકટમાં, કર્મચારીઓને પગાર માટે પૈસા નથી 1 - image


- નિવૃત્ત થતા કર્મચારીઓને ગ્રેચ્યુઈટી પણ આપી શકે તેમ નથી

- પાલિકા પાસે માત્ર 100 કરોડની સિલક બચી, રાજ્ય સરકાર પાસે હાથ લંબાવવો પડે તેવી હાલત

મુંબઈ : એક જમાનામાં સમૃદ્ધ ગણાતી થાણે મહાનગરપાલિકા ગંભીર આર્થિક સંકટમાં અટવાઈ છે. સેવાનિવૃત્ત કર્મચારીઓની ગ્રેચ્યુઈટીની રકમ અંગે  મ્યુનિસિપલ કમિશનર સૌરભ રાવે એવું આશ્વાસન આપેલું કે સાતમા વેતન પંચના પૈસા વહેલી તકે ચૂકવાઈ જશે.ત પરંતુ અત્યારે કર્મચારીઓને ઓગસ્ટ મહિનાનો પગાર કેમ ચૂકવવો એ જ મોટો પ્રશ્ન છે એવી કટોકટીમાં સેવા નિવૃત્ત કર્મચારીઓના બાકી નીકળતા પૈસા, સાતમા વેતન પંચની રકમ તેમ જ ટીએમટી (થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ)ના કર્મચારીઓનો પગારની ચૂકવણી કેવી રીતે થશે? એ જ મોટી ચિંતા છે.

૨૦૧૬થી ૨૦૨૨ દરમ્યાન ટીએમસીના ૨૫૮૨ કર્મચારી રિટાયર થયા હતા. આમાંથી ૧૬૦ કર્મચારીઓને ૧૦ કરોડ ચૂકવાયા છે. જ્યારે ૨૦૫૯ કર્મચારીઓને ૧૦૬ કરોડ રૃપિયા ચૂકવવાના બાકી છે. આમાં પાટલે મોટી ખોટ એ છે કે પાલિકાની તિજોરીમાં અત્યારે માત્ર ૧૦૦ કરોડ બચ્યા છે. સેવા નિવૃત કર્મચારીઓને અને ટીએમટીના સ્ટાફને ચૂકવવા માટે તાત્કાલિક ૧૧૫ કરોડ રૃપિયાની જરૃર છે.

ટીએમટીના કર્મચારીઓને પગાર પેટે ૨૫૦ કરોડ રૃપિયા ચૂકવવાના છે. પણ મહાપાલિકા ચૂકવી શકે એવી સ્થિતિમાં નથી એટલે રાજ્ય સરકાર પાસે હાથ લાંબો કરવો પડયો છે.

થાણે મહાપાલિકાના સ્ટાફમાંથી દર મહિને ૩૦થી ૫૦ કર્મચારી નિવૃત્ત થાય છે. તેમને પેન્શન આપવામાં આવે છે. પેન્શનધારકો માટે ૫૦૦થી ૬૦૦ કરોડની જરૃર છે, એમ ટીએમસીના અધિકારીએ જણાવ્યું હતું.



Google NewsGoogle News