Get The App

ટેનિસ કોચે મહિલા પર બળાત્કાર કરી 12 લાખ પડાવ્યા

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
ટેનિસ કોચે મહિલા પર બળાત્કાર કરી 12 લાખ પડાવ્યા 1 - image


બ્લેક-મેલ કરવાની ધમકી આપી

લોનાવલામાં જુદી જુદી જગ્યાએ રેપ કર્યા બાદ બળજબરીથી ગર્ભપાત કરાવ્યાનો આરોપ

મુંબઇ :  મુંબઇમાં રહેતી ૪૦ વર્ષની એક પરિણીત મહિલાએ તેના ટેનિસ કોચ સામે લોનાવલામાં વિવિધ બળાત્કાર ગુજારી ૧૨ લાખની રકમ પડાવી હોવાના આરોપસર ફરિયાદ કર્યા બાદ લોનાવલા પોલીસે ટેનિસ કોચ સામે બળાત્કાર સહિત આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાએ એવો આરોપ કર્યો હતો કે ટેનિસ કોચે જબરજસ્તી કરી તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો.

આ સંદર્ભે ૪૦ વર્ષીય મહિલાએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ જુલાઇ, ૨૦૨૨માં તેની આરોપી ટેનિસ કોચ સાથે પવઇના એક સ્પોર્ટ્સ કલબમાં મુલાકાત થઇ હતી. મહિલાએ આરોપ કર્યો હતો કે કલબ જોઇન કર્યા બાદ ટેનિસ કોચે તેને પુણેમાં હાથ ધરાનાર એક ટેનિસ  ટુર્નામેન્ટમાં સામેલ  થવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યાર બાદ વચ્ચે તેને લોનાવલાના એક રિસોર્ટમાં લઇ ગયો જ્યાં આરોપીએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ આરોપી કોચ તેને અન્ય લોજમાં લઇ ગયો હતો અને અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મહિલા પાસેથી વિવિધ કારણસર પૈસા પણ પડાવ્યા હતા. મેં, ૨૦૨૩માં મહિલા  ગર્ભવતી બની જતા તેને જબરજસ્તી એક  મેટર્નિટી હોમમાં લઇ  ગયો હતો અને ત્યાં તેણે મહિલાનો ગર્ભપાત કરાવ્યા હતો.

આ સિવાય આરોપીએ મહિલાને તેમના વચ્ચે અફેર ચાલી રહ્યું છે તેવું તેના પતિને જણાવવાની ધમકી આપી હતી. આ વાતથી કંટાળી મહિલાએ આત્મહત્યાના પ્રયાસો પણ કર્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. અંતે લોનાવલા પોલીસે મહિલાની ફરિયાદના આધારે કોચ સામે આઇપીસીની કલમ ૩૭૬ (બળાત્કાર) ૩૭૬ (૨) (એન) (તે જ મહિલા પર સતત બળાત્કાર ગુજારવો) ૩૫૪, ૪૫૨, ૩૧૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ જેવી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News