ભાડા કરારની મુદ્દત પૂર્ણ થતાં ભાડૂતે ઘર ખાલી કરવું જ પડેઃ હાઈકોર્ટ
ઘર ખાલી કરવાની નોટિસને ભાડુતે પડકારી હતી
બોરીવલીના ભાડૂતે ભાડાંની રકમ ચૂકવ્યાના ચેકના આધારે ફલેટ વેચાતો લીધો હોવાના બોગસ દસ્તાવેજ બનાવ્યા
મુંબઈ : ભાડા કરારની મુદત પૂરી થયા પછી પણ ભાડાના ઘરનું ઘર નહીં છોડનારા ભાડૂતને હાઈ કોર્ટે ઝટકો આપ્યો છે. ઘર ખાલી કરવાની નોટિસને સ્થગિતી આપવાની વિનંતી ભાડૂતે કરી હતી,પણ આ વિનંતી અમાન્ય કરીને અરજી ફગાવવાનો સંકેત આપતાં અરજી પાછી ખેંચી હતી. અદાલતે અપનાવેલાં વલણ લીધે ભાડૂતોના ભાડા કરાર પૂર્ણ થતાં જ ભાડાની જગ્યા ખાલી કરવી પડશે.
બોરીવલી પશ્ચિમમાં ઘર પાલિક દિલીપ ત્રિવેદીએ પોતાના ભાડૂતને ઘર ભાડા નિયંત્રણ કાયદાની કલમ ૨૪ હેઠળ ઘર ખાલી કરવા માટે નોટિસ આપી હતી. ભાડૂતે ઘરનો કબજો સોંપ્યો નહોવાથી ત્રિવેદીએ કોંકણ વિભાગીય મંડળમાં કેસ કર્યો હતો. મંડળે ભાડૂતને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. તેની સામે ભાડૂતે વિભાગીય કિમશનર પાસે અપીલ કરી હતી. અપીલ વિચારાધીન હતી તે સમયગાળામાં ં ભાડૂતને નોટિસની સ્થગિતી આપવાની વિનંતી કરતી અરજી હાઈ કોર્ટમાં કરી હતી. તેના પર ન્યા. સંદીપ મારણે અને ન્યા. નીલા ગોખલેની વેકેશન બેન્ચે સુનાવણી કરી હતી.
ભાડા કરાર પૂર્ણ થયા બાદ ભાડૂતને ભાડાના ઘરમાં રહેવાનો અધિકાર નથી, એવી ઘર માલિકની દલીલને ધ્યાનમાં લઈને કોર્ટે નોટિસને સ્થગિતી આપવાની ભાડૂતની વિનંતી ફગાવી હતી.૨૦૧૬માં ત્રિવેદીએ પોતાનો ફ્લેટ દુષ્યંત સોનીના પરિવારને ભાડે આપ્યો હતો. છ વર્ષે સોનીએ બાકીના ભાડાની ૭.૮૮ લાખની રકમ ચેક દ્વારા ચૂકવીને ફ્લેટ રૃ. ૯૫ લાખમાં વેચાતો લીધો હોવાના બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા હતા.
આ કેસમાં ત્રિવેદીએ એફઆઈઆર દાખલ કરી હતી. તેને આધારે પોલીસે સોનીની ધરપકડ કરી હતી. ત્રિવેદીએ સોનીને ઘર ખાલી કરવાની નોટિસ આપી હતી અને કોકં ણ વિભાગીય મંડળમાં કેસ કર્યો હતો.