Get The App

ટેકનિકલ ખામીને કારણે એક સપ્તાહથી ભાડા કરારની નોંધણી ઠપ

Updated: Jul 31st, 2024


Google News
Google News
ટેકનિકલ ખામીને કારણે એક સપ્તાહથી ભાડા કરારની નોંધણી ઠપ 1 - image


રાજ્યની રજિસ્ટ્રાર કચેરીઓમાં  હજારો ડોક્યુમેન્ટસ પડતર

રેન્ટ એગ્રીમેન્ટ વગર જીએસટી ફાઇલ કરવામા, પાસપોર્ટની અરજી કરવાનું અટકી પડયું

મુંબઇ :  મહારાષ્ટ્રમાં લીવ એન્ડલાઇસન્સ એગ્રીમેન્ટસના ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં ટેકનિકલ મુશ્કેલીઓથી વિલંબ થઇ રહ્યો છે. એક સપ્તાહથી લોકોના ડોક્યુમેન્ટસ સબરજિસ્ટ્રારની ઓફિસમાં પડી રહ્યા છે. અને એગ્રીમેન્ટ પ્રક્રિયા અટકી ગઇ છે. 

 રિયલ એસ્ટેટ  ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર એક સપ્તાહથી ઘણાં એગ્રીમેન્ટ થઇ શક્યા નથી. તેમણે કહ્યું કે જીએસટી ફાઇલ કરવા, પાસપોર્ટની અરજી કરવા અને રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઆઇ- શિક્ષણ મેળવવાનો અધિકાર) હેઠળ પોતાના સંતાનોના એડમિશન વિગેરે કામ માટે લીઝ એગ્રીમેન્ટની જરૃર પડે છે.ડેટા ક્લાઉડમાં ટ્રાન્સફર કરવા શનિવારે ઓફિસ બંધ કરવામાં આવી હતી. પણ એક સપ્તાહથી અટકેલી પ્રક્રિયા આગળ વધી નથી.

રજિસ્ટ્રેશન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ટેક્નિકલ ક્ષતિઓ સુધારવાના પ્રયત્નો ચાલી રહ્યા છે અને ટુંક સમયમાં કાર્યવાહી શરૃ કરી દેવામાં આવશે. લીવ એન્ડ લાઇસન્સ માટે અરજી કરનારાઓ કહે છે કે સામાન્ય રીતે દસ્તાવેજો ટકાસવાની પ્રક્રિયા ૨૪ કલાકમાં પૂરી કરી દેવામાં આવે છે. અને વિલંબથી તેમને મુશ્કેલી પડી રહી છે.

એક અરજદારે કહ્યું કે તે છેલ્લા આઠ દિવસથી લીવ એન્ડ લાઇસન્સ એગ્રીમેન્ટની નોંધણી માટે રાહ જોઇ રહ્યા છે. તેમણે કહ્યું કે કામ ક્યારે પૂરુ થશે તે અંગે મને ખાત્રી નથી. આરટીઇ એડમિશન માટે એગ્રીમેન્ટની જરૃર પડે છે. અને ટેક્નિકલ મુશ્કેલીના કારણે વિલંબ થઇ રહ્યો છે.

પ્રોપર્ટી ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે નેશનલ ઇન્ફોર્મેટિકસ સેન્ટરને ટેક્નિકલ ક્ષતિની જાણ કરી છે અને જેમ બને તેમ જલ્દી ઉકેલ આવશે, તેવી અમે આશા રાખીએ છે.

નાગરિકોએ કહ્યું કે તેમને આવી મુશ્કેલી ઘણીવાર પડતી હોય છે. પુણેના ૫૦૦૦ એગ્રીમેન્ટ  સહિત સમગ્ર રાજ્યમાં ૧૩,૦૦૦ અરજીનો નિકાલ નથી આવ્યો.

થોડા મહિના અગાઉ પૂણેના એક રજિસ્ટ્રેશન ઓફિસરે કર્મચારીઓને પેન્ડિંગ ડોક્યુમેન્ટસ જલ્દી પ્રોસેસ કરવા કહ્યું હતું. ડોક્યુમેન્ટસથી વધુનું પ્રોસેસિંગ બાકી રહેવું નહી જોઇએ તેવું તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું.


Tags :
technicalregistrationagreement

Google News
Google News