નાગપુરમાં શૌચાલયમાં મહિલાના વીડિયો બનાવતો શિક્ષક ઝડપાયો
મોબાઈલમાંથી ૨૦ વીડિયો મળ્યા
મહિલા જોઈ જતાં તેણે બૂમાબૂમ કરી, સ્થાનિક લોકોએ દોડીને વિકૃત શિક્ષકને ઝડપી લીધો
મુંબઈ - નાગપુરમાં શૌચાલયમાં મહિલાઓના ગુપ્તરીતે વીડિયો બનાવતા શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું.
સીતાબર્ડી ખાતેના કલ્ચરલ સેન્ટરમાં બનેલી આ ઘટના સંબંધમાં પોલીસે આરોપી મંગેશ ખાપરે (ઉ.વ.૩૮)ને પકડીને વધુ તપાસ આદરી છે. આરોપી શિક્ષક ઇટાવરીનો રહેવાસી છે.
પોલીસે કહ્યું કે એક મહિલા શૌચાલમાં ગઇ તે સમયે મંગશે બારીમાંથી મોબાઇલ ફોનના તેના વીડિયો બનાવી રહ્યો હતો. મહિલાને આની જાણ થતાં તેણે બૂમો પાડી મદદ માગી હતી.
દરમિયાન ઘટનાસ્થળે લોકો દોડી આવ્યા હતા. તેમણે આરોપી મંગેશને ઝડપી લીધો હતો.
પોલીસે આરોપીના મોબાઇલ ફોનની તપાસણી કરી હતી. મોબાઇલ ફોનમાં ૨૦ વાંધાજનક વીડિયો મળી આવ્યા હતા. આમ તેણે અન્ય મહિલાઓના પણ અશ્લીલ વીડિયો બનાવ્યો હોવાનું કહેવાય છે.ૉ
ગયા વર્ષે પણ ખાપરે આ પ્રકારના ગુનામાં સામેલ હતો.