ભાડૂતોને અપાતાં ટ્રાન્ઝિટ ભાડા પર ટીડીએસ લાગે નહીં : હાઈકોર્ટ
ભાડાંન રકમ માટે 2 પત્નીઓ બાખડી તેમાં લાખો ભાડૂઆતોને લાભ
ટ્રાન્ઝિટ ભાડું ભાડૂતોની આવક ન હોવાથી કરપાત્ર ગણાય નહીં, ઘર ખાલી કર્યા બાદ અનેક પડકાર હોય છે તેનો સામનો કરવા આ રકમ અપાય છે
મુંબઈ : ડેવલપર તરફથી ભાડૂતોને અપાતા ટ્રાન્ઝિટ ભાડાની રકમને ટીડીએસ લાગુ થાય નહીં, એવો મહત્ત્વનો ચુકાદો હાઈ કોર્ટે આપ્યો છે. આથી ભાડૂતોને હવે પૂર્ણ ઘરભાડૂં મળી શકશે. આ ચુકાદાથી લાખો ભાડૂતોને રાહત મળી છે.
ન્યા. રાજેશ પાટિલની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. ટ્રાન્સિટ ભાડું એ ભાડૂઆત દ્વારા અર્જિત કરાતી આવક નથી. તેના પર કરવેરો વસૂલી શકાય નહીં. ટ્રાન્ઝિટ ભાડાંની રકમમાંથી ટીડીએસ બાદ કરવાનો પ્રશ્ન જ નથી, એમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.
એક ભાડૂતના પારિવારિક વિવાદમાં થી આ કેસ થયો હતો.આ ભાડૂતના બે લગ્ન થયા હતા. પહેલી પત્નીને એક પુત્ર છે. બીજીને બે પુત્ર છે. ઘર પર બીજી પત્નીના પુત્રે દાવો કર્યો હતો. આ માટે સ્મોલ કોઝ કોર્ટમાં કેસ થયો હતો. એ વખતે ઈમારતનો પુનર્વિકાસ ચાલી રહ્યો હતો. વિવાદ દરમ્યાન ટ્રાન્સિટ ભાડાનો મુદ્દો ઉપસ્થિત થયો હતો.
સ્મોલ કોઝ કોર્ટે ભાડાની રકમ કોર્ટમાં જમા કરવાનો ડેવલપરને આદેશ અપાયો હતો. રકમ પોતાને મળે એ માટે પહેલી પત્નીના પુત્રે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્રણે હિસ્સેદારોને ભાડા મળશે એવી કોર્ટે વહેંચણી કરી હતી. તેમાં ત્રણેએ સંમતિ દર્શાવી હતી. એ વખતે ટીડીએસનો મુદ્દો ઉપસ્થિત થતાં કોર્ટે ઉક્ત આદેશ આપ્યો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે ભાડૂતને બેઘર કર્યાનુંં અથવા પુનર્વિકાસનું ભથ્થું ટ્રાન્સિટ ભાડુ કહેવાય છે. ઘર ખાલી કર્યા બાદ ભાડૂત સામે અનેક પડકાર હોય છે. એવામાં આધાર તરીકે ઘરભાડું અપાવામાં આવે છે. ઘરમાલિકને જે ભાડૂ આપે છે એ જુદી બાબત છે, અમે પણ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.