મહારાષ્ટ્રમાં ટીબીનાં દરદીઓને પૂરતી દવા નથી મળતી : 3 લાખને બદલે ફક્ત 25000 ટેમ્બેલ્ટ્સ મળી

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં ટીબીનાં  દરદીઓને  પૂરતી દવા નથી મળતી : 3 લાખને બદલે ફક્ત 25000 ટેમ્બેલ્ટ્સ મળી 1 - image


એમડીઆર -ટીબીનાં સૌથી વધુ દરદીઓ મુંબઇમાં 

મુંબઇ :  મુંબઇ સહિત મહારાષ્ટ્રનાં મલ્ટિ ડ્રગ રેઝિસ્ટન્ટ ટયુબરક્યુલોસીસ(એમ.ડી.આર. -ટીબી)નાં દરદીઓને તેમની સારવાર માટે જરૃરી ટેબ્લેટ્સની તંગી સર્જાઇ છે.એટલે કે ટીબીનાં દદીઓને  ક્લોફાઝાઇમાઇન, લાઇનોઝોલીડ,  સાયક્લોસેરાઇન વગેરે   ટેબ્લેટ્સ પૂરતી અને સમયસર  નથી મળતી. 

ભારત સરકારે હજી ગયા મંગળવારે જ  ૨૫,૦૦૦ ટેબ્લેટ્સનો જથ્થો મોકલ્યો છે. જોકે ખરેખર  મહારાષ્ટ્રને દર મહિને ત્રણ લાખ ટેબ્લેટ્સની જરૃર રહે છે. ઉપરાંત, ૩૭,૨૦૦ ડેલામેનીડ ટેબ્લેટ્સ પણ મોકલી છે, જે ખરેખર અપૂરતો જથ્થો છે.  ટીબીના તબીબી  નિષ્ણાતોના કહેવા મુજબ એમડીઆર --ટીબીનાં દરદીઓ માટે આ બધી દવા બહુ જરૃરી ગણાય છે.

એક તરફ ભારત સરકારે ૨૦૨૫ના અંત સુધીમાં આખા દેશને ટીબી મુક્ત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.બીજીબાજુ મહારાષ્ટ્રમાં  એક મહિનાથી  ટીબીનાં દરદીઓને જરૃરી દવા સમયસર નથી મળતી.મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતાએ આ ચિંતાજનક પરિસ્થિતિ માટે  ભારત સરકારને જવાબદાર ગણી છે.

રાજ્ય સરકારના આરોગ્ય ખાતાનાં સૂત્રોએ એવી  નારાજી વ્યક્ત કરી હતી કે મહારાષ્ટ્રમાં એમડીઆર-ટીબીનાં ૧૦,૦૦૦ કરતાં પણ વધુ દરદીઓ છે, જેમાં સૌથી  દરદીઓ મુંબઇમાં છે.ચિંતાંજનક બાબત તો એ છે કે  દવાના અપૂરતા જથ્થાને કારણે  આ બીમારીનાં દરદીઓ પારાવાર પરેશાન થાય છે. મહારાષ્ટ્રને ૪,૧૬,૭૫૦ સાયક્લોસેરાઇન ટેબ્લેટ્સની જરૃર રહે છે. મુંબઇમાં ૭૦,૦૦૦, પુણે -૪૦,૦૦૦, નાગપુર -૩૦,૦૦૦ ટેબ્લેટ્સની જરૃર રહે છે.



Google NewsGoogle News