પાન કાર્ડ માટેની બોગસ વેબસાઈટ્સ પર તવાઈનો હાઈકોર્ટનો આદેશ
યુટીઆઈએ કરેલી અરજી પર એક્સ પાર્ટે આદેશ
બોગસ સાઈટસથી લોકોના ડેટાનો દુરુપયોગ થઈ શકે છે, બનાવટી પાન કાર્ડ જારી કરાતાં હોવાની પણ આશંકા
મુંબઈ: સરકારની માલિકીની યુટીઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી એન્ડ સર્વિસીસ લિ. (યુટીઆીઆઈટીએસએલ) વતી પાન કાર્ડ સેવાઓ આપતી બનાવટી વેબસાઈટો ચલાવનારી જાણીતી અને અજાણી કંપનીઓ સામે હાઈ કોર્ટે એક્સ પાર્ટી (એક પક્ષે) વચગાળાનો આદેશ આપ્યો છે.
કોર્ટે નોંધ કરી હતી કે પાન સેવાનું રાષ્ટ્રીય મહત્ત્વ છ અને ઓથોરિટીનો કોઈ રીતે થતો દુરુપયોગ કડકાઈથી હાથ ધરાશે આ બાબત રાષ્ટ્રના િ હિત માટે અતિ ઘાતક છે.અજ્ઞાાત કંપનીઓ યુટીઆઈના કોપીરાઈટનો ભંગ કરી રહી છે ઓથોરાઈઝડ એજન્ટ તરીકે વર્તી રહી છે, એવી દલીલ યુટીઆઈએ કરી હતી જેને કોર્ટે માન્ય કરી હતી.
યુટીઆઈએ દાવો કર્યો હતો કે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને પાન કાર્ડ પ્રક્રિયા માટે અને પાન સંબંધી સેવાઓ જેવી કે આધાર કાર્ડ, વોટર્સ આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સની પ્રક્રિયા માટે ૨૦૦૩થી સત્તા અપાઈ છે.
યુટીઆીના વકિલે જણાવ્યું હતું કે કંપનીની આઈટી સિસ્ટમથી બનાવટી વેબસાઈટો પકડી શકાય છે. આવી હજારો વેબસાઈટો છે. ઈન્ટરનેટ દ્વારા ભારત અને બહાર સરળતાથી લોકો વાપરી શકે છે. ખોટી રીતે લોકોની અંગત વિગતો મેળવીને બનાવટી પાન કાર્ડ જારી કરવામાં આવતા હોઈ શકે છે.
આવી બોગસ વેબ સાઈટોને શોધીને તેને કાઢી નાખવાનો નિર્દેશ અપાયો છે. હાઈ કોર્ટે પોતાના આદેશનો અમલ કરવા પોલીસ ઓથોરિટીને પણ સહાયતા કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી ૨૦ ફેબુ્રઆરી પર રખાઈ છે.