અકસ્માત સર્જનારા તરુણના દાદાનો છોટા રાજન સાથે નાતો

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
અકસ્માત સર્જનારા તરુણના દાદાનો છોટા રાજન સાથે નાતો 1 - image


બિલ્ડર અગ્રવાલ પરિવારનું અંડરવર્લ્ડ કનેક્શન

ભાઇ સાથેના મિલકતના વિવાદમાં છોટા રાજનને મળવા બેંગકોક ગયા હતાઃ ગોળીબાર કરી હત્યાના પ્રયાસમાં પણ આરોપી

મુંબઇ :  પુણેમાં લકઝરી કાર અકસ્માત પ્રકરણમાં આરોપી કિશોરનો પરિવાર કથિત રીતે અંડરવર્લ્ડ કનેક્શન ધરાવે છે. તરુણના દાદા સુરેન્દ્રકુમાર અગ્રવાલે ભાઇ સાથેના પ્રોપર્ટીના વિવાદને લીધે ગેંગસ્ટર છોટા રાજનની મદદ લીધી હતી.

 રમિયાન પુણેમાં શૂટઆઉટ કેસમાં તેમની સંડોવણી હોવાનું કહેવાય છે. આ મામલાની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પુણેના કલ્યાણીનગરમાં બે સોફ્ટવેર એન્જિનીયરને  ારૃના નશામાં કાર નીચે કચડી મારી નાખનારા ૧૭ વર્ષીય તરુણને અગાઉ તેના  ા ા સુરેન્દ્રકુમાર અગ્રવાલે ખરાબ સંગતથી  ૂર રાખવાની ખાતરી આપતા ગણતરીના કલાકોમાં જામીન અપાયા હતા.

બીજી તરફ આ ગુનામાં તરુણના બિલ્ડર પિતા વિશાલ અગ્રવાલની ધરપકડ કરાઇ છે. પરંતુ હવે આરોપી વિશાલના પિતા સુરેન્દ્રકુમાર અગ્રવાલના અંડરવર્લ્ડ ડોન છોટારાજન સાથેના સંબંધ પ્રકાશમાં આવ્યા છે. અગાઉ એસ.કે. અગ્રવાલનો તેના ભાઇ સાથે પ્રોપર્ટી વિવાદ ચાલી રહ્યો હતો. તેમણે છોટારાજનની મદદ માંગી હતી ત્યારે સુરેન્દ્રકુમાર અગ્રવાલ સામે બંડગાર્ડન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તે સમયે અજય ભોસલેની ગોળી મારીને હત્યાનો પ્રયાસ કરાયો હતો.

સુરેન્દ્ર અગ્રવાલ બેંકોક ગયા હતા જ્યાં છોટારાજનના ગુંડા વિજય તાબટને મળ્યા હતા. આ કેસની પુણે પોલીસે જરૃરી કાર્યવાહી કરી ન હોવાનો આરોપ થઇ રહ્યો છે. પોલીસે મહારાષ્ટ્ર   કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (મકોકા) હેઠળ ગુનો નોંધવાને બદલે માત્ર આઇપીસીની કલમ લગાડવામાં આવી હતી. તેમજ સુરેન્દ્રકુમાર અગ્રવાલની ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી ધરપકડ કરવામાં આવી ન હતી.

છોટારાજનને પકડીને ભારતમાં લાવવામાં આવ્યા બાદ તેની સામેના તમામ કેસ સીબીઆઇની ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓ જામીન પર બહાર છે. તેમમે છઠ્ઠી મેના રોજ કોર્ટમાં સુનાવણીમાં હાજરી આપી હતી. કોર્ટમાં સાથીઓના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. 

શિવસેના નેતા અજય ભોસલેની હત્યાની સુપારી છોટારાજનને આપવામાં આળી હતી એમ કહેવાય છે.

આ બાબતે અજય ભોસલેએ કહ્યું હતું કે મારી અને રામકુમાર અગ્રવાલની મિત્રતા હતી. પ્રોપર્ટીના મુદ્દે રામકુમાર અને તેનાભાઇ સુરેન્દ્રકુમાર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. હું આ વિવાદના ઉકેલ લાવવાનો  પ્રયાસ કરું એવી રામકુમાર ઇચ્છા હતી. પરંતુ પારિવારિક સમસ્યા હોવાથી મેં તેમના ઝઘડામાં રસ લેવાની ના પાડી હતી. હું રામકુમારને મદદ કરતો હોવાનું સુરેન્દ્રકુમાર માનતો હતો. આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે સુરેન્દ્રકુમાર બેંકોંક જઇને છોટા રાજનને મળીને  સુપારી આપી હતી. તે સમયે મને છોટા રાજનના ફોન આવતા હતા.

વર્ષ ૨૦૦૯માં વડગાવશેરી વિસ્તારમાંથી શિવસેના તરફથી હું વિધાનસભાની ચૂંટણી લડયો હતો. જર્મન બેકરી પાસે મારા પર ગોળીબાર થયો હતો. પણ હું બચી ગયો હતો. મારા મિત્રની છાતીમાં ગોળી વાગી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ પ્રકરણમાં પોલીસ  કેસ થયો હતો. ત્યારે સુરેન્દ્ર કુમારની સંડોવણીની જાણ થઇ હતી. વર્ષ ૨૦૦૯થી હજી સુધી જરૃરી કાર્યવાહી થઇ નથી. તમામ પુરાવા છે પણ સુરેન્દ્રકુમારની ધરપકડ  કરાઇ નથી, એમ અજય ભોસલેએ કહ્યું હતું.



Google NewsGoogle News