તારક મહેતા.... સિરીયલના અભિનેતા ગોગીને ગુંડાએ મારી નાખવાની ધમકી આપી
- સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ
મુંબઇ,તા. 30 ઓક્ટોબર 2020, શુક્રવાર
લોકપ્રિય સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'ગોગી'ની ભૂમિકા ભજવનારા અભિનેતાને ગુંડા દ્વારા મારી નાખવાની ધમકી મળી હતી. અગાઉ પણ બે વખત અમૂક ગુંડાએ તેને ઘરની નજીક ધમકી આપી હોવાનું કહેવાય છે. આ મામલાની પોલીસ તપાસ કરી રહી છે. આ કેસ સંબિધિત સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.
પ્રસિધ્ધ સિરીયલ તારક મહેતા ઉલ્ટા ચશ્મામાં ગોગીની ભૂમિકા ભજવનારા ઑઅભિનેતા સમય શાહને ઘરની નજીક એક ગુંડો કે કયારેક૨ અન્ય આરોપીનુ ગુપ અભિનેતાનો ગાળો અને મારી નાખવાની ધમકી આપતા હતા.
થોડા દિવસ અગાઉ સમય શૂટિંગમાંથી ઘરે આવી રહ્યો હતો. ત્યારે ગુંડાઓએ તેને રોકીને ગાળો આપી હતી. આથી સમયે પોલીસને ફોન કર્યો હતો. તે સમયે સમયને ધમકી આપી આરોપી પલાયન થઇ ગયા હતા.
અભિનેતા પાસે તેને ધમકી આપનારા ગુંડાની કોઇ માહિતી ન હોવાનુ કહેવાય છે. બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ પણ તેણે પોલીસને આપ્યા છે. પોલીસે આ કેસની વધુ તપાસ કરી રહી છે.