તાંત્રિક દ્વારા મહિલા પર 4 વર્ષથી બળાત્કાર, 2 પુત્રી સાથે પણ ચેનચાળા
મુંબઈમાં વધુ એક ઢોંગી બાબાનું કારનામુ
પતિ સાથેની કેટલીક સમસ્યાનું સમાધાન મેળવવા મહિલાએ સંપર્ક કર્યો હતોઃ આરોપીની ધરપકડ
મુંબઈ - મુંબઈમાં સ્વાસ્થ્ય અને અન્ય સમસ્યાઓના નિરાકરણ માટે મેલીવિદ્યા કરવાને બહાને મહિલા પર ચાર વર્ષથી બળાત્કાર અને તેની બે પુત્રીઓ સાથે અશ્લીલ ચેનચાળા કરનારા ઢોંગી બાબાની ધરપકડ કરાઈ છે.
આરોપી રિક્ષા ડ્રાઈવર છે તેણે અન્ય મહિલાને પોતાની વાસનાનો ભોગ બનાવી છે કે કેમ એની પણ તપાસ ચાલી રહી છે. આરે પોલીસ અધિકારી જણાવ્યા મુજબ 'આરોપી રાજારામ રામકુમાર યાદવ પીડિત મહિલા અને તેના પતિની બીમારી ગુપ્ત વિધિથી દૂર કરવાનો દાવો કરતો હતો. પછી આમ બીમારી મુક્તિ અપાવવાના બહાને તે ગત ચાર વર્ષથી મહિલાનું જાતીય શોષણ કરતો હતો.
મહિલાએ તેનો પ્રતિકાર કર્યો હતો ત્યારે યાદવે તેના સમગ્ર પરિવારને મારી નાખશે એવી ધમકી આપી હતી. યાદવે મહિલાની બે સગીર પુત્રીઓની કેટલીક વિધિઓમાં સામેલ કરવાના બહાને છેડતી કરી હતી.
પોતાની સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાને શંકા ગઈ હતી. તેણે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી યાદવ સામે પોકસો અને અન્ય સંબંધિત કલમ હેઠળ કેસ નોંધી તેની ધરપકડ કરી હતી.
આ મામલામાં વધુમાં જાણવા મળ્યું કે 'મહિલાને પેટમાં દુખાવો થતા આરોપી યાદવે મેલીવિદ્યા અને ત્રણ વખત શારીરિક સંબંધ બાંધવા પડશે તો જ આ બીમારી મટશે એવો દાવો કર્યો હતો.
આ બીમારી દીકરીઓને પણ થઈ શકે છે એવું જણાવી આરોપીએ મહિલા પર ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ તેણે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. તેણે એમ પણ કહ્યું કે જો તુ મારી વાત નહીં માને તો હું તારા પતિને મેલીવિદ્યા કરી મારી નાખીશ. આથી મહિલા કંટાળીને ગામમાં જમી રહી હતી. બાદમાં આ નરાધમે મહિલાના પતિને કહ્યું કે તારી પત્ની ગામમાં ગઈ છે. પણ તારી દીકરીઓને પણ બીમારીનો ભોગ બની છે. આમ વિધિ કરવાને બહાને બંને સગીરાને જંગલમાં લઈ જઈ વિનયભંગ કર્યો હતો.