મીરારોડના તાંત્રિક દ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી 3 વર્ષથી બળાત્કાર
નોકરી ન મળતી હોવાથી માર્ગદર્શન માટે આવેલી મહિલાને ભોગ બનાવી
અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લઈ વારંવાર અત્યાચાર ગુજાર્યો : મોબાઇલમાં વધુ 3 મહિલાના આપત્તિજનક ફોટા મળી આવ્યા
મુંબઇ : મંત્ર-તંત્ર અને જાદુ-ટોણાથી ૨૬ વર્ષની મહિલાની સમસ્યા દૂર કરવાના નામે મીરારોડના એક હસ્તરેખાશાસ્ત્રીએ આ મહિલા પર સતત બળાત્કાર ગુજાર્યો હતો. આ મહિલાની ફરિયાદના આધારે અંતે નયાનગર પોલીસે પંચાવન વર્ષીય આરોપી સંતોષ પોતાદાર ઉર્ફે વિનોદજી પંડિત સામે બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આરોપીની વધુ પૂછપરછ અને તપાસમાં તેના મોબાઇલમાંથી વધુ ત્રણ મહિલાના આપત્તિજનક ફોટા મળી આવતા આરોપીએ આ મહિલાઓનું પણ શોષણ કર્યું છે કે તે બાબતે તપાસ શરૃ કરી છે.
આરોપી વિનોદજી પંડિતનું ફેસબુક પર હસ્તરેખા શાસ્ત્ર નામે પેજ છે. જેમાં તે તંત્ર-મંત્ર અને જાદુ ટોણા કરી લોકોની સમસ્યા દૂર કરી શકે છે તેવો દાવો કયા છે. . મીરારોડના શાંતી નગર વિસ્તારમાં પંડિતની ઓફિસ આવેલી છે. ૨૦૨૩માં બે રોજગાર ફરિયાદી મહિલા પંડિતનું ફેસબુક પેજ જોઇ તેની નોકરી સહિતની અન્ય સમસ્યાના સમાધાન માટે મળવા આવી હતી. આ બાબતે મહિલાએ પોલીસને આપેલ નિવેદન મુજબ આરોપીએ મહિલાને જણાવ્યું હતું કે જો તે તેની સાથે શરીર સંબંધ બાંધશે તો તેને નોકરી મળી જશે તેવો દાવો કર્યો હતો. ત્યાર બાદ આરોપીએ મહિલા પર જબરજસ્તી બળાત્કાર ગુજારી તેના ફોટા-વીડિયો કાઢી લીધા હતા.
આ ફોટા -વીડિયોની મદદથી આરોપીએ ફરિયાદીને બ્લેકમેલ કરી તેના પર ત્રણ વર્ષ સુધી વારંવાર અત્યાચાર ગુજાર્યો હતો. અંતે મહિલા આરોપીના સતત ત્રાસથી કંટાળી ગઇ હતી અને તેણે નયાનગર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરતા પોલીસે આરોપી સામે આઇપીસીની ક લમ ૩૭૬ (૨) (એન) (એક જ મહિલા પર વારંવાર બળાત્કાર) ૩૭૭ (અકુદરતી સેક્સ), ૫૦૬ (ગુના હિત ધાકધમકી) અને આઇરીએક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ તેની ધરપકડ કરી હતી. આરોપીને ગુરૃવારે કોર્ટમાં હાજર કરવામાં આળતા તેને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
આ પ્રકરણે વધુ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે આરોપીના મોબાઇલ પોનમાંથી અન્ય ત્રણ મહિલાઓના આપત્તિજનક ફોટાઓ મળી આવ્યા હતા. આરોપીએ આ રીતે અન્ય મહિલાઓને પણ બ્લેકમેલ ક રી તેમનું શોષણ કર્યું હોઇ શકે છે તેવી શંકા પોલીસે વ્યક્ત કરી હતી. તેથી નયાનગર પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.