મહાદેવ એપ કેસમાં તમન્ના ભાટિયાએ હાજર થવા સમય માગ્યો

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
મહાદેવ એપ કેસમાં તમન્ના ભાટિયાએ હાજર થવા સમય માગ્યો 1 - image


સાયબર સેલ દ્વારા સમન્સ છતાં હાજર નહિ

અગાઉ સંજય દત્ત પણ સમન્સ છતાં પણ નિવેદન આપવા હાજર થયો નથી

મુંબઇ :  મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશનની પેટા કંપની ફેરપ્લે એપ પર ૨૦૨૩માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના કથિત અનધિકૃત પ્રસારણ કેસમાં નિવેદન નોંધાવવા 'બહાબલી' અભિનેત્રી તમન્ના ભાટિયાએ મુંબઈમાં ન હોવાથી પૂછપરછ માટે હાજર થવા માટે વધુ સમય આપવાની વિનંતી કરી છે. મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા તમન્નાને આજે નિવેદન નોંધાવવા માટે સમય માગ્યો છે.

અગાઉ આ કેસ સંબંધમાં ગાયક બાદશાહને પૂછપરછનો સામનો કરવો પડયો હતો, જ્યારે અભિનેતા સંજય દત્તને પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેણે અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે સમય માગ્યો હતો તે પણ નિર્ધારિત કામને કારણે મુંબઈમાં નહોતો.

મહાદેવ ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજીની એપ્લિકેશનની સબસિડયરી એપ પર આઇપીએલ મેચ પ્રદર્શિત કરવાના કથિત પ્રમોશનના મામલામાં સાક્ષી તરીકે નિવેદન નોંધાવવા અભિનેત્રી તમન્નાને બોલાવવામાં આવી હોવાનું કહેવાય છે.

મહાદેવ એપ સંબંધિત ગેરકાયદેસર આર્થિક વ્યવહારે અને સટ્ટાબાજીને લઈને વિવિધ એજન્સી તપાસ કરી રહી છે.

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મુંબઈ સાયબર સેલની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ છત્તીસગઢથી બોલીવુડ અભિનેતા સાહિલ ખાનની ધરપકડ કરી છે. હાઇકોર્ટે આ એપના પ્રચાર અને પ્રસાર કરવાના આરોપસર ખાનને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. છત્તીસગઢના જગદલપુરથી પકડાયેલા ખાનને ગઈ કાલે પોલીસે કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે તેને પહેલી મે સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

માટુંગા પોલીસે મહાદેવ ઓનલાઇન ગેમિંગ-બેટિંગ એપ પ્રકરણમાં ખાન અને અન્ય ૩૧ આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો.

આ કૌભાંડ રૃ. ૧૫ હજાર કરોડથી વધુ રકમનું હોવાનું કહેવાય છે. અભિનેતા ખાન ધ લાયન બુક એપ સાથે જોડાયેલો છે. તે મહાદેવ એપ નેટવર્કનો ભાગ હોવાનું કહેવાય છે.



Google NewsGoogle News