માલવણીમાં રામનવમી યાત્રા વખતે શાંતિ જાળવવા પગલાં ભરોઃ પોલીસને નિર્દેશ

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
માલવણીમાં રામનવમી યાત્રા વખતે શાંતિ જાળવવા પગલાં ભરોઃ પોલીસને નિર્દેશ 1 - image


કોઈ પણ પક્ષની રેલી સામે નિયમભંગના પગલાં લેવા જોઈએ

ગયાં વર્ષે માલવણીમાં યાત્રા દરમિયાન તોફાનો થયાં હતાં : યાત્રાનો રુટ બદલાય તે પણ સુનિશ્ચિત  કરવા પોલીસને હાઈકોર્ટનો આદેશ

મુંબઈ :  રામ નવમીની શોભાયાત્રા દરમ્યાન મલાડના માલવણી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા નિર્માણ થાય નહીં એની તકેદારી લેવા બોમ્બે હાઈ કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યો છે. 

 લઘુમતી સમાજના લોકો જ્યાં રહે છે એ વિસ્તારમાંથી હેતુપૂર્વક રામ નવમીની શોભાયાત્રા આયોજકો પસાર કરતા હોવાનું જણાવીને ચિંતા વ્યક્ત કરવામાં આવતાં ન્યા. રેવતી મોહિતી ઢેરે અને ન્યા. દેશપાંડેની બેન્ચે નિરીક્ષણ કર્યુ ંહતું.

ગયા વર્ષે મલાડના માલવણી વિસ્તારમાં પણ રામનવમીની યાત્રા દરમ્યાન રમખાણ થયા હતા.

એડવોકેટ જનરલ ડો. બિરેન્દ્ર સરાફને સંબોધીને કોર્ટે જણાવ્યું હતું કે યાત્રાનો માર્ગ બદલાય તેની તકેદારી લો. છેવટે જો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા થશે તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. સરાફે કોર્ટને ખાતરી આપી હતી કે પોલીસ વધુ સચેત રહેશે, પોલીસ જવાબદારી પૂર્વક ફરજ બજાવશે, એમ તેમણે જણાવ્યું હતું.

સુનાવણી દરમ્યાન કોર્ટે જણાવ્યું હતું કે કોઈ જાહેર સભાને તેઓ અટકાવી શકતા નથી પણ એવી આશા રાખીએ છીએ કે કાયદો અને વ્યવસ્થાની સમસ્યામાં પોલીસે તરત પગલાં લેશે ભલે પછી રાજકીય પક્ષ કેમ નહોય.

અન્ય એક કેસમાં અમે મહારાષ્ટ્રમાં રેલીની પરવાનગી (મીરા રોડમાં ધારાસભ્ય ટી. રાજા સિંહને) આપી હતી. ખાતરી પણ અપાઈ હતી કે કોઈ નિયમભંગ થશે નહીં, તેમ છતાં એફઆઈઆર નોંધાઈ હતી. જો કાયદાનો ભંગ થયો હશે તો પગલાં લેવા જોઈશે. જો તેઓ પગલાં નહીં લે તો અમે પોલીસને સોગંદનામું દાખલ કરવા જણાવીશું.

મીર રોડની હિંસાના બે પીડિતો સહિત મુંબઈના પાંચ રહેવાસીઓએ કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી. અરજીમાં આરોપ કરાયો હતો કે જાન્યુઆરી ૨૦૨૪માં મીરા રોડમાં હિંસા દરમ્યાન ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે અને ગીતા જૈન તથા તેલંગણાના ધારાસભ્ય ટી રાજા સિંહ સામે પોલીસે કોઈ કેસ નોંધ્યો નહોતો.

અરજીમાં એમ પણ જણાવ્યું હતું કે રાણે ગોવંડી અને માલવણી જેવા પરાંમાં જઈને વધુ ઉશ્કેરણીજનક ભાષણો કર્યા હતા. કોર્ટે નવ એપ્રિલે પોલીસ કમિશનરને અંગત રીતે નેતાઓના ભાષણના વિડિયો તપાસે અને યોગ્ય નિર્ણય લે.

સરાફે કોર્ટને જણાવ્યું હતું કે મુંબઈ,મીરા ભાયંદર અને વસઈ-વિરારના પોલીસ કમિશનર એક સપ્તાહમાં નિર્ણય લેશે કે સંબંધીત નેતાઓ સામે ભડકાઉ ભાષણ બદલ એફઆઈઆર નોંધવી કે નહીં.

કોર્ટે સરાફને અંગત રીતે ભાષણો સાંભળીને પોલીસને જરૃર પડયો સલાહ આપવા જણાવ્યું હતું. જ્યારે પણ પગલાં લેવામાં આવે ત્યારે અંગત સુધી કાર્યવાહી થાય એવી અપેક્ષા છે. જો ભાષણ આપવતી વખતે કંઈ વાંધાજનક બોલ્યા હોય તો પગલાં લઈ શકાય ચે જો તેઓ સંયમ રાખે નહીં તો કાયદો પોાનું કામ કરશે, એમ કોર્ટે જણાવ્યું હતું. વધુ સુનાવણી ૨૩ એપ્રિલ સુધી મોકૂફ રાખી હતી.



Google NewsGoogle News