માલેગાંવ મની લોન્ડરિંગ કેસમાં 800 કરોડના શંકાસ્પદ વ્યવહારો
શેલ કંપનીઓના 21 ખાતાંમાંથી કરોડોની હેરાફેરી
નાસિકના મુખ્ય આરોપીના ખાતાંઓમાંથી શેલ કંપનીઓમાં રકમ ટ્રાન્સફર થઈ, ત્યાંથી દુબઈ મોકલાઈ હતી
મુંબઈ - માલેગાંવ મની લોન્ડરિંગ કેસની તએન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ની તપાસમાં રૃ.૮૦૦ કરોડના શંકાસ્પદ વહેવાર થયા હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. વિવિધ શેલ કંપનીઓના ૨૧ બેંક એકાઉન્ટમાંથી આ લેણ-દેણ થઈ હોવાનું જણાયું છે. દાવા અનુસાર આ તમામ કંપનીઓ નવી મુંબઈ, સુરત, અમદાવાદ, યુ.પી. અને દિલ્હીમાં આવેલી છે. આ તમામ કંપનીઓની સ્થાપના પણ થોડા સમય પહેલાં જ થઈ છે.
ઈડીની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હોવાનું કહેવાય છે કે નાસિક મર્ચન્ટ કો ઓપરેટીવ બેન્કના ૧૪ ખાતાંમાઓમાંથી આ શેલ કંપનીઓના ખાતાંમાં ૧૦૦૦ કરોડના વ્યવહારો થયા હતા. તેમાંથી ૮૦૦ કરોડના વ્યવહાર શંકાસ્પદ જણાય છે. . આ તમામ ખાતાઓ કથિત રીતે ઝડપાઈ ચૂકેલા આરોપી સિરાઝ મોહમ્મદ અને અન્યોએ ખોલાવ્યા હતા. દેશભરમાં અનેક બેંક ખાતાઓમાં ગેરકાયદે નાણાંની ઉચાપત કરવામાં આવી હતી અને આ બાબતના વહેવારો શોધી કાઢવામાં આવ્યા છે.
ઈડીની તપાસમાં એવું સામે આવ્યું છે કે આ એકાઉન્ટસને મેનેજ કરવાનું કામ અન્ય એક ઝડપાયેલો આરોપી નાગની અકરમ મોહમ્મદ શફી કરતો હતો. મોટા ભાગનો હિસ્સા ે હવાલા દ્વારા મોકલવામાં આવ્યો હતો. માત્ર ૩થી ૪ મહિનાની અંદર ભારતભરના વિવિધ વિસ્તારોમાંથી રોકડ ઉપાડી લેવામાં આવી હતી અને ત્યારબાદ હવાલા નેટવર્ક દ્વારા દુબઈ સ્થિત ફર્મ્સમાં અને અન્યત્રે ટ્રાન્સફર કરવામાં આવી હતી.
ગેરકાયદે નાણા દુબઈ સ્થિત ફર્મ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આ ફર્મ મુખ્ય આરોપી સિરાઝ અહમદ સાથે સંકળાયેલી છે. ઈડીની તપાસમાં ખુલાસો થયો છે કે બ્લેઝ ઈન્ટરનેશનલ અને ફેયરબીન ઈન્ટરનેશનલ ભારતમાંથી આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડની સુવિધા આપતી હોવાનું માનવામાં આવે છે.
ઈડીની ટીમ તાજેતરમાં નાસિક ગઈ હતી અને સિરાઝ અહેમદની પૂછપરછ કરી હતી જે અગાઉ નાસિક છોવણી પોલીસની કસ્ટડીમાં હતો. ત્યારબાદ સિરાઝને અદાલતી કસ્ટડીમાં નાસિક જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
ઈડીએ પીએમએલએ કોર્ટને જણાવ્યું હતું કે તપાસ દરમિયાન તેમણે આરોપી નાગરની અકમ મોહમ્મદ શફી સાથે જોડાયેલાં ૩૦૦ બેંક ખાતા અને અનેક નકલી કંપનીઓની ઓળખ કરી છે. તેમાંથી ૧૫૦થી વધુ બેંક ખાતા ગેરકાયદે નાણાંકીય વ્યવહારો અને હવાલા વ્યવનસાય સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે શેલ કંપનીઓ સાથે જોડાયેલા બાકીના બેંક ખાતાઓ હજુ તપાસ હેઠળ છે.