મુલુંડમાં લવ મેરેજના પાંચ જ વર્ષમાં કચ્છી યુવતીનો શંકાસ્પદ આપઘાત : પતિની ધરપકડ
મેરેજ એનિવર્સરીના બે દિવસ પહેલાં જ મોત, બહેને પોલીસ ફરિયાદ નોંધાવી
મલાડની પ્રાચીના મૂળ કચ્છના ખીરસરા (રોહા)ના વતની પરિવારના યુવક સાથે લવ મેરેજ થયાં હતાંઃ સાસરિયાંમાં ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર પ્રાચી સેગાણીનાં લગ્ન મુલુંડ બીપીએસ કમ્પાઉન્ડમાં નિષ્ઠા એપાર્ટમેન્ટમાં રહેતા કેવલ વિનેશ માવાણી સાથે ૨૦૧૯ની ૨૦મી નવેમ્બરે થયાં હતાં. ગત ૧૯મી નવેમ્બરે ગત ૧૯ નવેમ્બરના રાત્રે પ્રાચીના સસરા વિનેશ માવાણીએ મલાડ-ઈસ્ટમાં રહેતા વેવાણ શર્મીલાબેન શાંતીભાઈ પટેલ ને મોબાઈલ પર ફોન કરીને કબહ્યું હતું કે પ્રાચી તેના બેડરૂમનો દરવાજો ખાસ્સો સમય થયો પણ ખોલતી નથી અને ફોન પણ તેણી રીસીવ કરતી નથી. તેથી તમે એકવખત ફોન કરીને ટ્રાય કરો કે તમારો ફોન ઉચકે છે કે નહી.
એ પછી પ્રાચીના મમ્મી શર્મીલાબેન, નાની બહેન ક્રિષ્ની અને નાના ભાઈ વૈદએ વાંરવાર મોબાઈલ કોલ પ્રાચીને ર્ક્યાં પરતું ફોન રીસીવ થયો ન હતો. એ પછી પ્રાચીના પિયરીયાઓ મુલુંડ ખાતે પ્રાચીના ઘરે જવા નિકળ્યા, લગભગ ૧૨.૫૦ કલાકે રાત્રે તેઓ મુલુંડ પહોચી ગયા, પરંતુ પરિવારજનોએ પહોચે તે પહેલા બેડરૂમનો દરવાજો સાસરીયાના પરિવારજનોએ તોડી ચૂક્યા હતા.
સાસરિયાંના દાવા અનુસાર પ્રાચીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. જોકે, પિયરિયાંના દાવા અનુસાર અમે બેડરુમમાં પ્રવેશ્યા ત્યારે પ્રાચી બેડ પર નિશ્ચેતન અવસ્થામાં હતી. થોડીવાર પછી પોલીસ ઘટના સ્થળે આવી હતી અને પ્રાચીને મુલુંડની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઈ હતી, જયાં ફરજ પરના ડોકટરે તને મૃત ધોષીત કરી હતી.
પ્રાચીની અંતિમવિધિ બાદ પ્રાર્થના સભામાં સંબંધીઓએ તેના પર સાસરિયામાં ત્રાસ ગુજારાતો હોવાની વાત જણાવી હતી. પ્રાચીએ પણ નજીકના પરિવારજનોને અગાઉ પોતાના પર ત્રાસ ગુજારાતો હોવાની ફરિયાદ કરી હોવાનું કહેવાય છે.
આ મામલે પોલીસે પ્રાચીની નાની બહેન ક્રિષ્ની પટેલની ફરિયાદના આધારે પતિ કેવલ, સસરા વીનેશ અને સાસુ રમીલા માવાણી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮ અને ૩(૫) હેઠળ સોમવારે ગુનો નોધ્યો હતો. પોલીસે આ કેસમાં પતિ કેવલ માવાણીની ઘરપકડ કરીને કોર્ટ સમક્ષ રજુ કરાતા કોર્ટે કેવલને જ્યુડીશીયલ કસ્ટડીમા મોકલી આપ્યો છે.