રિયાલિટી શોમાં કામ અપાવવાના બહાને સુરતની મહિલા પર બળાત્કાર

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
રિયાલિટી શોમાં કામ અપાવવાના  બહાને સુરતની મહિલા પર બળાત્કાર 1 - image


સુરતથી વસઈના તુળીંજમાં બોલાવી જાતીય શોષણ

મહિલાએ પ્રતિકાર કરતા મારપીટ કરી ધમકી આપી, આનંદ સિંહ નામના આરોપીની પોલીસ દ્વારા ધરપકડ

મુંબઈ :  ગુજરાતના સુરતની એક મહિલાને રિયાલિટી શોમાં  કામ  અપાવવાને બહાને તેના પર બળાત્કાર ગુજારવાના આરોપસર તુળીંજ પોલીસે એક ૩૦ વર્ષના વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. 

આ સંદર્ભે વધુ વિગત આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વસઈના રહેવાસી આનંદ સિંહે સોમવાર અને મંગળવારે મહિલાનું કથિત જાતીય શોષણ કર્યું હતું.આ ઘટના બાદ પોલીસે આરોપી સિંહની ધરપકડ કરી હતી. વસઈના તુળીંજ પોલીસ સ્ટેશનમાં ૨૬ વર્ષીય મહિલાએ કરેલી ફરિયાદ મુજબ આરોપી આનંદ  સિંહે તેને એક લોકપ્રિય રિયાલિટી શોમા કામ અપાવવાનું કહી મુંબઈ બોલાવી હતી. મહિલા સુરતથી મુંબઈ આવ્યા બાદ આરોપી સિંહે તેને નાલાસોપારાના મોરે તળાવ પાસે આવેલા તેના નિવાસસ્થાને લઈ ગયો હતો.

અહીં સિંહે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ મહિલાએ ના પાડી પ્રતિકાર કરતાં આરોપીએ તેની મારપીટ તેની ધમકી  આપી હતી. આ ઘટના બાદ મહિલાએ તુળીંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે સિંહ સામે બળાત્કાર અને હુમલો કરવો તેમજ ધાકધમકી આપવા બાબતે ગુનો નોંધ્યો હતો.

પોલીસે ત્યારબાદ આરોપી સિંહની ધરપકડ કરી આ પ્રકરણે વધુ તપાસ શરૃ કરી છે.



Google NewsGoogle News