નવાબ મલિકને સુપ્રીમ કોર્ટ દ્વારા તબિયત મુદ્દે વચગાળાના જામીન કાયમી કરાયા
મની લોન્ડરિંગના કેસમાં એનસીપી નેતાને કાયમી રાહત
નિયમિત અરજી પર હાઈકોર્ટ આદેશ આપે ત્યાં સુધી રાહત, વિશેષ કોર્ટની શરતોનું પાલન કરવાનું રહેશે
મુંબઈ : સુપ્રીમ કોર્ટે મંગળવારે એનસીપીના નેતા નવાબ મલિકને મની લોન્ડરિંગ કેસમાં અપાયેલી વચગાળાના તબીબી જામીનના આદેશને કાયમી કર્યો છે. ન્યા. ત્રિવેદી અને ન્યા. શર્માની બેન્ચે વચગાળાના જામીનના આદેશને કાયમી કર્યો છે પણ સાથે વિશેષ કોર્ટ દ્વારા કેટલીક શરતોને આધન રહેવું પડશે.
બોમ્બે હાઈ કોર્ટમાં મલિકે નિયમિત જામીન માટે કરેલી અરજીનો નિકાલ આવે ત્યાં સુધી વચગાળાના જામીનના આદેશને કાયમી કરવામાં આવ્યો છે.
મલિકના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે તેમના અસીલ વિવિધ બીમારીથી પીડાય છે અને એક ફેંફસુ ફાટી ગયું છે.
ઈડી વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ અરજીનો વિરોધ કર્યો નહોતો અને જણાવ્યું હતું કે વચગાળાના તબીબી જામીન કાયમી કરી શકાય છે.
મલિક ઓગસ્ટ ૨૦૨૩થી વચગાળાના તબીબી જામીન પર છે. સુપ્રીમ કોર્ટે બે મહિના માટે તબીબી કારણસર જામીન આપ્યા હતા. ઓક્ટોબરમાં ત્રણ મહિના માટે લંબાવાયા હતા. સુપ્રીમ કોર્ટે સમયાંતરે જામીનની મુદત લંબાવ્યા કરી હતી
મલિકે તબીબી કારણસર જામીન મેળવવા સુપ્રીમમાં દાવો કર્યો હતો કે પોતાને કિડનીની બીમારી છે અને સાથે ન્ય આરોગ્ય સંબંધી સમસ્યા પણ છે.
ાઉ ની િ વંગત બહેન હસીના પારકરની મ થી ૧૯૯૯-૨૦૦૬ રમ્યાન કુર્લાની મિલકત હડપ કરવાનો મલિક સામે આરોપ છે. ફેબુ્રઆરી ૨૦૨૨માં તેમની ધરપકડ કરાઈ હતી. પારકર ાઉ નો ગેરકાય ે વ્યવસાય સંભાળતી હતી અને રકમ આતંકવા ને ભંડોળ અપાવામાં વપરાતી હતી.