Get The App

રમખાણોંના પીડિતોને વળતરમાં વિલંબથી સુપ્રીમ કોર્ટ ભારે નારાજ

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News


રમખાણોંના  પીડિતોને વળતરમાં વિલંબથી સુપ્રીમ કોર્ટ ભારે નારાજ 1 - image

92-93ના રમખાણોનાં પીડિતોને હજુ વળતર મળ્યું નથી

સરકાર કાયદો અને વ્યવસ્થામાં નિષ્ફળ રહી તેથી લોકોએ સહન કરવું પડયું આથી તેમને વળતરનો હક્ક

મુંબઈ :  ૧૯૯૨-૯૩માં મુંબઈમાં થયેલા કોમી રમખાણોમાં પીડિત પરિવારોને વળતર ચૂકવવામાં થઈ પહેલા વિલંબ અંગે સુપ્રીમ કોર્ટે સોમવારે મહારાષ્ટ્ર સરકારનો જવાબ માગ્યો હતો. ૩ મહિનામાં સ્ટેટસ રિપોર્ટ આપવા કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો.

રમખામોમાં ઘણા લાકેો ગુમ થયા હતા અને તેમની વિગતોે શોધવા અને ઘટતું કરવા સુપ્રીમ કોર્ટે ૨૦૨૨માં સમિતિની રચના કરી હતી. જે લોકો ગુમ થયા હતા તેમની પરિવારના વારસદારોને શોધવાનું કોર્ટે મહારાષ્ટ્ર સરકારને કહ્યું હતું. કુલ ૧૦૮ પીડિત પરિવારોમાંથી ફક્ત ૬૦ લોકોના પરિવારને વળતર આપવામાં આવ્યું હતું એવું કોર્ટે કહ્યું હતું. જ્યારે બાકીના ૪૮ પીડિતોના પરિવારને વળતર આપવામાં વિલંબ થઈ રહ્યો છે તેવું કોર્ટનું કહેવું હતું.

વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે સરકારને ૯ મહિનાનો સમય આપ્યો હતો પીડિત લોકોને વળતર અને તેના પર ૯ ટકા વ્યાજ ચૂકવવા કોર્ટે કહ્યું હતું.

૧૯૯૨ના ડિસેમ્બર મહિનામાં અને ૧૯૯૩ના જાન્યુઆરી મહિનામાં મુંબઈમાં કોમી રમખાણો થયા હતા જેમાં ૯૦૦ લોકોના મોત થયા હતા. જ્યારે ૧૬૮ ગુમ થયા હતા.

૧૪મી માર્ચ ૨૦૨૪ તારીકે સરકારે પીડિત પરિવારોના કાયદાકીય પ્રતિનિધિને કલેકટરની ઓફિસમાં સંપર્ક કરવા જાહેર વિનંતી કરી હતી.

૧૯૯૮માં મહારાષ્ટ્ર સરકારે મૃતકોના અથવા ગુમ થયેલા પીડિતોના પરિવારોને ૨.૨ લાખનું વળતર મુકાયું હતું. જે ૯૦૦ જણનું મૃત્યુ થયું હતું તેવા તમામ ૯૦૦ લોકોના વારસદારને અને લાપત્તા થયેલા ૬૦ લોકોના વારસદારને સરકારે વળતર ચૂકવ્યું હતું.

સરકારે માર્ચ ૨૦૨૪માં કરેલી જાહેર અપીલમાં લાપતા લોકોની વિગતો જાહેર કરી હતી. લિસ્ટમાં જેમના નામ છે  તેમના કાયદાકીય વારસદારોએ જરૃરી દસ્તાવેજો અને ઓળખનો પુરાવો લઈ કલેકટરની ઓફિસમાં સંપર્ક કરવાનું સરકારે કરેલી જાહેર અપીલમાં કહ્યું હતું.

સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ હતી. અને લોકોને સહન કરવું પડયું હતું.  આથી સરકાર  પાસે વળતર મેળવવાનો તેમને હક્ક છે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.



Google NewsGoogle News