સાવરકર વિશે વાંધાજનક વક્તવ્યના કેસમાં રાહુલ ગાંધીને સમન્સ
2022માં અરજી થઈ હતી
હિંગોલીની જાહેરસભામાં કરેલા નિવેદનની ફરિયાદને પગલે સમન્સ
મુંબઈ : વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ જાહેરસભામાં કરેલા સ્વાતંત્ર્ય વીર સાવરકર અંગેના કથિત વિવાદાસ્પદ નિવેદન બાબતે નિર્ભય ફાઉન્ડશના અધ્યક્ષ દેવેન્દ્ર ભુતડાએ ૨૦૨૨માં કરેલી અરજીની સુનાવણીમાં એડિશનલ ચીફ સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યા છે.
૨૦૨૨માં હિંગોલીમાં થયેલી જાહેર સભામાં રાહુલ ગાંધીએ સાવરકર વિરુદ્ધ વાંધાજનક વક્તવ્ય કર્યું હતું. આની સામે વાંધો ઉઠાવીને નિર્ભયા ફાઉન્ડેશને કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટમાં સાવરકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચેના સંબંધ વિશેના દાખલા રજૂ કરવામાં આવ્યા હતા. જે રીતે ગાંધીએ વાંધાજનક વક્તવ્ય કર્યા છે, તેમાં ભાજપ પક્ષનો ઉલ્લેખ હતો. સાવરકર હતા ત્યારે આ પક્ષ નહોતો, એમ કોર્ટમાં જણાવાયું હતું.
કોર્ટે અરજદારની માહિતી જાણીને પુરાવાને આધારે કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ બજાવ્યા છે. દેશભક્ત વ્યક્તિ વિરુદ્ધ વાંધાજનક વક્તવ્ય માનહાનિકારક હોવાનું દર્શાતું હોવાનું કોર્ટે સમન્સના આદેશમાં જણાવ્યું છે.