સુકેશે જેલમાંથી જેક્લિનને થેન્કગિવિંગ લેટર પાઠવ્યોે

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
સુકેશે જેલમાંથી જેક્લિનને  થેન્કગિવિંગ લેટર પાઠવ્યોે 1 - image


જેક્લિનના ઈનકાર છતાં પ્રેમનો સતત એકરાર

જેક્લિનને ભારતીય ફિલ્મોની ગ્રેટેસ્ટ પરફોર્મર ગણાવી, ઊંઘ  વેરણ થઈ ગઈ હોવાનું  લખ્યું

મુંબઈ :  છેંતરપિંડી, ખંડણી અને મની લોન્ડરિંગ જેવા આરોપો સાથે તિહારમાં જેલવાસ ભોગવી રહેલા ઠગ સુકેશ ચન્દ્રશેખરે જેક્લિન ફર્નાન્ડિઝને વધુ એક પત્ર પાઠવ્યો છે અને તેને ભારતીય ફિલ્મોની ગ્રેટેસ્ટ પરફોર્મર ગણાવી છે. 

જેક્લિન અને સુકેશની કેટલીક રોમાન્ટિક તસવીરો વાયરલ થઈ હતી. તે પછી બંને વચ્ચે  અફેર હોવાનુ  ચર્ચાયું હતું. જોકે, જેક્લિન પોતે સુકેશની છેંતરપિંડીનો ભોગ બની હોવાનું કહે છે પરંતુ સુકેશ  જેક્લિનને પોતાની પ્રેમિકા તરીકે જ ગણાવી વારંવાર લવ લેટર પાઠવતો રહે છે. 

આ વખતે સુકેશે જેક્લિનને થેન્કસ ગિવિંગ લેટર પાઠવ્યો છે. તેણે જેક્લિનનાં તાજેતરનાં કેટલાંક ફોટો શૂટનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે પોતે ફરી તેના પર દિલ હારી બેઠો છે. જેક્લિનના વિચારોમાં ને વિચારોમાં જ તેને ઊંઘ પણ આવતી નથી એમ તેણે લખ્યું છે. પોતે બહુ વહેલીતકે જેક્લિન સાથે રોમાન્ટિક પળો માણવા માટે રાહ જોઈ રહ્યો છે એમ પણ તેણે લખ્યું છે. 

એન્ફોર્સમેન્ટ  ડિરેક્ટોરેટના આરોપ અનુસાર જેક્લિન પણ સુકેશના મની લોન્ડરિંગ કેસમાં સહ આરોપી છે. તેણે સુકેશ પાસેથી મોંઘી ભેટસોગાદો ખરીદીને તેના બે નંબરના પૈસા સગેવગે કરવામાં મદદ કરી હતી તેવો આરોપ છે. જોકે, જેક્લિન આ તમામ આરોપો નકારી ચુકી છે.



Google NewsGoogle News