સુહાના બોય ફ્રેન્ડ અગત્સ્ય સાથે અલીબાગમાં નવું વર્ષ મનાવશે
બંને બોટમાં બેસવા માટે સાથે પહોંચ્યાં
અલીબાગમાં શાહરુખ ખાનના વિશાળ અને વૈભવી ફાર્મ હાઉસમાં પાર્ટી મનાવશે
મુંબઇ : સુહાના ખાન બોયફ્રેન્ડ અગત્સ્ય નંદા સાથે અલીબાગમાં નવું વર્ષ મનાવશે. અલીબાગમાં શાહરુખ ખાન બહુ વિશાળ અને વૈભવી ફાર્મ હાઉસ ધરાવે છે. ત્યાં સુહાના ન્યૂ યર પાર્ટી મનાવવાની છે.
સુહાના અને અગત્સ્ય મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયાથી અલીબાગ માટે બોટમાં બેસવા સાથે આવ્યાં હતાં.
'આર્ચીઝ' ફિલ્મના સહકલાકારો સુહાના અને અગત્સ્ય ડેટ કરી રહ્યાં હોવાની લાંબા સમયથી ચર્ચા છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ સંબંધ વિશે કોઈ ફોડ પાડયો નથી. જોકે, બંને અનેક ઈવેન્ટસમાં તથા ડીનર ડેટ પર પણ સાથે જોવા મળે છે.