સુભાષ ધઈએ 8 કરોડનો ફલેટ 9 વર્ષે 12 કરોડમાં વેંચ્યો
મુંબઈના અંધેરીના ફલેટનું વેચાણ
કારકિર્દીના અસ્તાચળ સમયે બોલીવૂડના એક સમયના દિગ્ગજ ફિલ્મ સર્જકનો પ્રોપર્ટી સોદો
મુંબઇ - સુભાષ અને મુક્તા ઘાઇએ મુંબઇના અંધેરી વેસ્ટમાંઆવેલી પોતાની એક પ્રોપર્ટી વેંચી દીધી છે. આ ફલેટ તેમણે નવ વરસ પહેલા આઠ કરોડમાં ખરીદ્યો હતો જે હવે તમેણે રૃપિયા ૧૨ કરોડમાં વેંચ્યો છે.
પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટસઅનુસાર,સુભાષ ઘાઇનો ફલેટ બિલ્ડિંગમાં ૧૪મા માળે આવેલો છે. આ ફ્લેટનો કાર્પેટ એરિયા ૧,૭૬૦ સ્કે. ફૂટ છે. જેની સાથે બે કાર પાર્કિંગ પણ સામેલ છે.
આ ફ્લેટનું રજિસ્ટ્રેશન ૨૨ જાન્યુઆરીના કરાયું છે. તે માટે ૭૭ લાખ રૃપિયાથી વધુ સ્ટેમ્પ ડયુટી અને ૩૦,૦૦૦ હજાર રૃપિયા રજિસ્ટ્રેશન ફી ભરવામાં આવી છે.
સુભાષ ઘઈ ૮૦ અને ૯૦ના દાયકાના મોટા ગજાંના ફિલ્મ સર્જકોમાંના એક છે. જોકે, તેમની છેલ્લી કેટલીક ફિલ્મો ફલોપ ગયા બાદ હવે તેઓ લગભગ નિવૃત્ત થઈ ચૂક્યા છે.