ધો. 10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને 10 મિનિટ વધુ મળશે

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
ધો. 10 અને 12ની પરીક્ષામાં  વિદ્યાર્થીઓને 10 મિનિટ વધુ મળશે 1 - image


12મા ધોરણની પરીક્ષા આગામી મહિનાથી શરુ થશે 

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીનેં અને વાલીઓના માંગને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે

મુંબઈ :  આ વર્ષે દસમાં અને બારમાની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં નિર્ધારિત સમય કરતા દસ મિનિટનો વધુ સમય આપવામાં આવશે, એવો નિર્ણય લેવામા આવ્યો છેં. પેપર લખવામાં આ દસ મિનિટનો વધારાનો સમય મળતા વિદ્યાર્થીઓને ફાયદો થશેે.

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશનને અગાઉના વર્ષોમાં દસમાં અને બારમાની પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓને પરીક્ષાના સમય કરતા દસ મિનિટ પહેલા જ પ્રશ્નપત્ર આપવાનો નિર્ણય લીધો હતો. જેથી વિદ્યાથીઓ સંપૂર્ણ પ્રશ્નપત્ર નિરાંતે વાંચી શકે અને કયા પ્રશ્નોના ઉત્તર લખવા એ પહેલાથી જ નિર્ધારિત કરી શકતા હતા. પરંતુ દસ મિનિટ પહેલા જ પ્રશ્ન પત્રો મળી જતા હોવાથી  ઘણી વખત પ્રશ્નપત્રો ફૂટવા જેવી ઘટનાઓને થવાને, કારણે પરીક્ષાના નિર્ધારિત સમય કરતાં દસ મિનિટ પહેલાં પ્રશ્નપત્રો આપવાનું ફ્રેબુઆરી- માર્ચ ૨૦૨૩માં રદ્દ કરી દેવામાં આવ્યું હતું.

જેના કારણે વિદ્યાર્થીઓને નિર્ધારિત સમયે જ પ્રશ્નપત્ર મળતા હોવાથી તે જ સમયે સવાલો વાંચી જવાબો લખવામાં ઘણો સમય લાગતો હતો. જેથી ઘણા વિદ્યાર્થીઓને પેપર લખવા માટે સમય પૂરતો ન હતો. આથી ઘણા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ પરીક્ષામાં સમય વધારવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓની આ માંગણીને ધ્યાનમાં રાખીને પરીક્ષા વિભાગે, આ વર્ષે પરીક્ષાના નિર્ધારિત સમય બાદ દસ મિનિટનો વધારોનો સમય આપવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે પણ વિદ્યાર્થીઓને દસ મિનિટનો વધારેનો સમય આપવામાં આવ્યો હતો.

તે  મુજબ, સવારના સત્રમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પેપર સવારે ૧૧.૦૦ વાગ્યાથી શરુ થશે. તો બપોરના સત્રનું પેપર ૩ વાગ્યે શરુ થશે. 

ઉલ્લેખનીય છે કે, ધોરણ દસ અને બારમાંનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવી ગયુ છેે. બારમાની પરીક્ષા ૨૧ ફેબુ્રઆરીથી ૨૩ માર્ચ દરમિયાન યોજાઈ રહી છે. તો દસમાંની પરીક્ષા ૧ લી માર્ચથી ૨૬મી માર્ચ દરમિયાન લેવામાં આવશે. થોડો જ સમય પરીક્ષાને હોવાને કારણે હાલ વિદ્યાર્થીઓ તેની ખંતપૂર્વક તૈયારી પણ કરી રહ્યા છે.  



Google NewsGoogle News