વિલ્સન કોલેજના જીમખાનાનો પ્લોટને સરકારે ખાનગી સંસ્થાને સોંપતા વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં નારાજગી

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
વિલ્સન કોલેજના જીમખાનાનો પ્લોટને સરકારે ખાનગી સંસ્થાને સોંપતા વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં નારાજગી 1 - image


2 શતાબ્દીથી ઐતિહાસિક વારસો ધરાવતો

હવે મરીન ડ્રાઇવના વિલ્સન જીમખાના માત્ર ઇતિહાસ રહી જશે

કોઇ ખાસ સમાજનો વિરોધ નથી પણ વિદ્યાર્થીઓના રમતગમતનો પ્રશ્ન

આ મેદાનને બચાવવા કાયદાકીય પ્રક્રિયા કરવા માટે 24 માર્ચ બેઠકનું આયોજન

મુંબઇ :  મરીન લાઇન્સ સ્થિત બે શતાબ્દીનો ઐતિહાસિક વારસો ધરાવતા વિલ્સન કોલેજના વિલ્સન જીમખાનાને હવે ઇતિહાસ તરીકે રહેશે એવા ચિહ્ન દેખાય છે કારણ કે મહારાષ્ટ્ર સરકારે આ જીમખાનાની લાખો ચો. ફૂટના ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ એક ખાનગી સંસ્થાને જીમખાના માટે ૩૦ વર્ષના લીઝ પર આપી દીધો છે. આથી મુંબઇના મહત્વનું આ મેદાન કબલ હાઉસમાં રૃપાંતરિત થવાનો ભય સેવાઇ રહ્યો છે.

આ કોલેજના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ અમે સ્ટાફમાં નારાજગી વ્યાપી છે. આ માટે કાયદેસર પ્રક્રિયા શું કહી શકાય તે માટે આ મામલે ૨૪ માર્ચના રોજ બેઠકનું આયોન કરાશે. એવું જાણવા મળ્યું છે.

બ્રિટીશના સમયકાળમાં ગિરગામ ચોપાટી સામે હિંદુ, મુસ્લિમ, ક્રિશ્ચયન, પોલીસ એવી વિવિધ નામના જીમખાના ઉભા કર્યા છે. આ ઠેકાણે સંબંધિતોને ક્રિકેટ, ફૂટબોલની મેચો તથા અન્ય રમતગમતોની સ્પર્ધા, શ્રીમંતોના શાહી લગ્ન પ્રસંગો આયોજિત કરાય છે. દિવસના લાખો રૃપિયા ભાડું લેવાય છે. અહીં જીમખાનું હંમેશા ચર્ચામાં હોય છે. આ જીમખાનાના પરિસરમાં વર્ષ ૧૮૩૨માં વિલ્સન કોલેજની સ્થાપના થઇ હતી. ભારતની સૌથી જૂની કોલેજો પૈકી એક વિલ્સર કોલેજની  ઓલખ છે. બ્રિટિશ સરકારને રમતગમતના  ઉપક્રમ માટે લગભગ એક લાખ ચોરસ ફૂટનો ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ કોલેજને આપ્યો હતો.

પરંતુ આ પ્લોટ પર ગત થોડાક વર્ષોથી શ્રમંતોના લગ્ન પ્રસંગો ઉજવાય છે. આથી હવે આ પ્લોટને એક સંસ્થાને આપવાનો નિર્ણય રાજ્ય સરકારેલીધો છે. આ કોલેજના  વિવિધઓને રમતગમતની જગા હાથમાંથી સરી જતી હોવાથી વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી છે. આ કોઇ ખાસ સમાજના વિરોધમાં નથી. પરંતુ વિદ્યાર્થીઓના મેદાન માટે હક માટે લડાઇ છે. એવું સ્પષ્ટ કહેવાય છે. આ મુદ્દા પર વડી અદાલતના દરવાજા ખખડાવવાની તૈયારી  ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કરી છે.

તપાસ પ્રલંબિત હોવા છતાં નિર્ણય

વિલ્સન જીમખાનાના થયેલા ગેરવ્યવહારના વિરોધમાં કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસરો તથા કાયદા નિષ્ણાત એઢ. નાસિર જહાગીરદારે વર્ષ ૨૦૧૩થી અવાજ ઉઠાવ્યો હતો. ફરિયાદની પાર્શ્વભૂમિ પર જિલ્લાધિકારીએ તપાસનો આદેશ જારી કર્યો હતો. વર્ષ ૨૦૧૨માં પ્રથમ અને વર્ષ ૨૦૨૩માં બીજી સમિતિની સમિતિની નિમણૂંક કરવામાં આવી હતી. માત્ર સમિતિએ અમારી બાજુ સાંભળ્યા વગર નિર્ણય આપ્યો છે. અમે રજૂ કરેલા ૫૦૦ પાનાના કાગળપત્રો યોગ્ય રીતે જોવામાં આવ્યા નથી. એવો આક્ષેપ એડ. જહાગીરદારે કર્યો હતો. મહારાષ્ટ્ર મહેસૂલ વિભાગના ન્યાયાધિકરણ સામે શરૃ આ કેસનો નિકાસ આવ્યા પૂર્વે ઉતાવળે નિર્ણય લેવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

રમતગમત માટે હટાવી લેવાયા લશ્કરના તંબૂ

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મુંબઇમાં ગવર્નરે બધી શિક્ષણ સંસ્થાના મેદાનોને લશ્કરના  તંબુ માટે હસ્તગત લેવાનો આદેશ આપ્યો હતો. ત્યારે  વિલસન કોલેજના તત્કાલીન પ્રિન્સિપલ ડૉ. કેલોગએ જીમખાનામાં મારા વિદ્યાર્થીઓ રમી શકે નહિં આથી તે ક્યાં રમવા જાય ? એવો ગંભીર પ્રસ્ન કરતો તાર  તત્કાલીન બ્રિટીશ વાઇસરોયને મોકલ્યો હતો વાઇસરોયએ તાર મળતાંની સાથે જ૨ ૨૦ મિનિટમાં બધા ગવર્નરોને તાર મોકલાવીને શિક્ષણ સંસ્થાના મેદાનો પર લશ્કરના તંબૂઓ બાંધશો નહિં એવો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ થોડાક કલાકોમાં મુંબઇના બધા મેદાનોમાંથી તંબૂ કાઢી લેવાયા હતા. એવી નોંધ અભ્યાસ કરનારાઓએ લીધી છે.



Google NewsGoogle News