સાતારામાં પેરાગ્લાઈડિંગ કરી વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
પંચગણી ઘાટ વિસ્તારના ટ્રાફિકથી બચી સમયસર પહોંચવા પેરાગ્લાઈડિંગનો આશરો લેવો પડયા
મુંબઈ - સામાન્યપણે વિદ્યાર્થીઓ કોલેજમાં પહોંચવા માટે રીક્ષા, બાઈક કે કોઈ ગ્રામીણ વિસ્તારમાં હજીયે બળદગાડાનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ સાતારાના વાઈ તાલુકાના પસરાણી ગામના એક વિદ્યાર્થીએ તેથી આગળનું પગલું ભર્યું હતું. તેણે સીધી પેરાગ્લાઈડિંગ કરી કોલેજમાં એન્ટ્રી મારી હતી. આ નાટકીય ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં વિદ્યાર્થી તેની કોલેજ બેગ સાથે હવામાં ઉડતો દેખાય છે.
સાતારા જિલ્લાના પાસરાની ગામના સમર્થ મહાંગડે નામક વિદ્યાર્થીએ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા પેરાગ્લાઈડિંગનો આશરો લીધો હતો. પરીક્ષાના દિવસે સમર્થ અંગત કામ માટે પંચગની ગયો હતો. ત્યારે તેને ખબર પડી કે તેની કોલેજમાં એ જ દિવસે પરીક્ષા પણ છે. પરંતુ પરીક્ષાને ૧૫-૨૦ મિનીટ જ બાકી હોવાથી પંચગણી રોડના પસરાણી ઘાટ વિભાગમાં ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે તેમ હતો અને તેની સમયસર પહોંચી શકાય નહીં.
જ્યારે એવું લાગ્યું કે પરીક્ષા ચૂકાય તેમ નથી. ત્યારે ત્યાંની એક એડવેન્ચર કંપનીના એડવેન્ચર સ્પોર્ટ્સ નિષ્ણાત ગોવિંદ યેવલે તેની મદદે આવ્યા. તેમણે અને તેમની ટીમે સમર્થને પેરાગ્લાયડિંગ દ્વારા ઘાટ પરથી ઉડાડી સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવાનું નક્કી કર્યું. કોઈ પર્યાય ન હોવાથી સમર્થે પણ આ માર્ગ અપનાવવો પડયો. નિષ્ણાતોની દેખરેખ હેઠળ સમર્થે યોગ્ય રીતે પેરાગ્લાઈડિંગ કરી સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજરી પૂરાવી હતી અને ટ્રાફિકમાં અટવાવાને કારણે પરીક્ષાનું સંભવિત જોખમ ટળ્યું હતું.