પુણેમાં અંગ્રેજીનું પેપર જોઈ વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
ધો. ૧૨ બોર્ડની ચાલુ પરીક્ષાએ આપઘાતનો પ્રયાસ
પહેલા માળે પડયો, ત્યાંથી પણ કૂદ્યો, ગંભીર ઈજાથી હોસ્પિટલમાં
પરીક્ષા ખંડની બારીમાંથી ઝંપલાવ્યું
મુંબઈ - પુણેમાં ધો. ૧૨ની બોર્ડની પરીક્ષા વખતે અંગ્રેજીનું પેપર જોયા બાદ વિદ્યાર્થીએ બીજા માળે આવેલા પરીક્ષા ખંડની બારીમાંથી જ ઝંપલાવી દઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજા પામેલા વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
વડગાંવનો ૧૮ વર્ષનો વિદ્યાર્થી આયુષ જાધવ પુણેના નહેર સ્થિત પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા ગયો હતો. અંગ્રેજીનું પેપર નિહાળીને તરત જ તે એકદમ ટેન્શનમાં આવી ગયો હતો. તેણે પરીક્ષા રુમની બારીમાંથી જ નીચે ઝંપલાવી દીધું હતું. જોકે, તે ત્યાંથી હેલા માળ પર પડયો હતો. આ બાદ આયુષ પહેલા માળથી ફરી કૂદી પડયો હતો. આ સમયે શિક્ષણ વિભાગની એક ફલાઈંગ સ્કવોડ પરીક્ષા કેન્દ્ર પર હાજર હતી આ ઘટનાની જાણ થતા તેણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ બાદ ઘટનાની જાણ થતા જ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોચી હતી. આ બાદ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જેમાં હાલ તે સારવાર હેઠળ છે.