પબજી ગેમ રમતાં રમતાં તળાવમાં ડૂબી જતાં વિદ્યાર્થીનું મોત
જન્મ દિને જ દુર્ઘટના, મિત્રો સાથે તળાવ કાંઠે ફરવા ગયો હતો
ગેમ રમવામાં મગ્ન બની જતા ધ્યાન ન રહ્યું અને પંપ હાઉસની જાળીના કાણાંમાંથી અંદર પડી ગયો
મુંબઇ : નાગપુરમાં પબજી ગેર રમવાની લત એક વિદ્યાર્થીના મોતનું કારણ બની ગઈ હતી. પબજી ગેમ રમી રહેલા વિદ્યાર્થીનું પંપ હાઉસના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું.
આ ઘટના નાગપુરના અંબાઝારી તળાવના પંપ હાઉસમાં બની હતી. ઘટનાના દિવસે પુલકિત રાજ શહદાદપુરી (ઉ.વ.૧૬)નો જન્મદિવસ હતો. તેથી ૧૦ જુને રાત્ર ે બાર વાગ્યે પુલકિતે તેનો જન્મદિવસ તેના પરિવાર સાથે તેના ઘરે કેક કાપીને ઉજવ્યો હતો. પુલકિતએ માત્ર દસમું ધોરણ પાસ કર્યું હતું. તેના પિતા કાપડના વેપારી છે. પુલકિત તેના માતા પિતાનો એકમાત્ર સંતાન હતો.
મંગળવારે સવારે પોતાના જન્મદિવસની ઉજવણી કરવા તે તેના મિત્ર ઋષિ ખેમાણી સાથે નાસ્તો કરવા શંકરનગર ચોકમાં ગયો હતો. ત્યાં નાશ્તાની દુકાન બંધ હોવાથી બંને અંબાઝરી તળાવ તરફ ફરવા ગયા હતા. આ બાદ અંબાઝારી તળાવના પંપ હાઉસ પાસે બેસીને આ બંને મિત્રો પબજી ગેમ રમવા લાગ્યા હતા. તે સમયે ત્યાં હાજર સિક્યોરિટિ ગાર્ડે સીટી વગાડતા બંને ગભરાઈને ચાલવા લાગ્યા હતા. જો કે, આ સમયે પણ પુલકિત પબજી ગેમ રમવામાં મગ્ન હતો. જે ઋષિના ધ્યાનમાં ન આવતા તે આગળ ચાલવા લાગ્યો હતો.
રમિયાન, પુલકિત પંપ હાઉસમાં બનેલી જાળીના કાણામાંથી ચાલતા સમયે તળાવમાં પડી ગયો હતો. જ્યારે તેના મિત્રએ પાણીમાં કંઈક પડવાનો અવાજ સાંભળ્યો. ત્યારે તેણે પાછળ ફરીને જોયું તો પુલકિત ક્યાંક તેને ેખાયો ન હતો. આથી ઋષિ જોરથી બુમો પાડીને પુલકિતને બોલાવવા લાગ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં પુલકિત પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટના બા , અંબાઝરી પોલીસને આ વિશે જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અંબાઝરી પોલીસે સ્થાનિકો તથા ફાયર વિભાગની મદદથી પુલકિતના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ મામલે પોલીસે હાલ અક્સમાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.