ધો. 10ની પરીક્ષા ટાણે જ વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાઈ આપઘાત

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
ધો. 10ની પરીક્ષા ટાણે જ વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાઈ આપઘાત 1 - image


સાઉથ મુંબઈની જાણીતી સ્કૂલમાં ભણતો હતો

કિશોર ડિપ્રેશનથી પીડાતો હતો અને તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું

મુંબઇ : દક્ષિણ મુંબઇની એક પ્રતિષ્ઠિત આઇસીએસઇ સ્કૂલના ૧૬ વર્ષના વિદ્યાર્થીએ તેના રહેતા ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ સૂત્રોનુસાર કિશોર ડિપ્રેશનથી પીડાતો હતો અને તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.

૧૬ વર્ષના કિશોરે ગ્રાંટ રોડ સ્થિત તેના નિવાસસ્થાને આ પગલું ભર્યું હતું. હાલ કિશોર દસમાં ધોરણની પરીક્ષા આપી રહ્યો હતો. આ સંદર્ભે વધુ વિગત આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કિશોર ડિપ્રેશનથી પીડાતો હતો તેનું સ્ક્રીનસેવર અને ડાયરી તેની માનસિક સ્થિતિનો સંકેત આપે છે. કિશોર ડિપ્રેશનમાં હોવાથી તેની સારવાર અને કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.

છોકરાના પરિવારના સભ્યોના જણાવ્યાનુસાર તેઓ સેમવારે સાંજે છ વાગ્યાની આશપાસ તેમના ફ્લેટ પર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેના બેડરૃમનો દરવાજો બંધ હતો અને રૃમમાં ધીમુ સંગીત ચાલી રહ્યું હતું. પરિવારજનોને લાગ્યું કે તે વોશ રૃમમાં હશે કારણ કે તેને વોશરૃમમાં સંગીત વગાડવાની આદત હતી. 

રસોડામાં કામ કરતી નોકરાણીએ નોંધ્યું હતું કે વોશરૃમ/ બાથરૃમમાંથી પાણીનો કોઇ અવાજ આવતા નથી અને તેને કશુંક અજુગતુ લાગ્યું હતું. ત્યારબાદ તેમના પરિવારજનોએ તેના રૃમનો દરવાજો ખખડાવ્યો પણ કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો. ત્યારબાદ બળપૂર્વક દરવાજો ખોલવામાં આવતા કિશોર ગળાફાંસો ખાધેલી હાલતમાં નજરે પડયો હતો. તેને તરત જ પાસેની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. પોલીસે આ પ્રકરણે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News