મુંબઈ યુનિવર્સિટીમાં દોઢ વર્ષ બાદ પણ પીએચડી પ્રવેશ પરીક્ષાની પ્રતીક્ષા
છેલ્લે ઑગસ્ટ 2022માં 'પેટ' લેવાઈ હતી
વર્ષમાં એકવાર 'પેટ' થવી જરુરી, પીએચડી માટે રાહ જોતાં નાખુશ વિદ્યાર્થીઓની નજર બીજી યુનિવર્સિટીઓ તરફ વળી રહી છે
મુંબઇ : યુનિવર્સિટીઓમાં જેટલાં પીએચડીધારકો વધારે તેટલી તેની પ્રતિષ્ઠા પણ વધતી હોય છે. પરંતુ મુંબઈ યુનિવર્સિટીને તેનાથી કોઈ ફરક પડતો હોય તેવું જણાતું નથી. વર્ષમાં એકવાર પીએચડી પ્રવેશ પરીક્ષા (પેટ) થવી જરુરી છે, ત્યારે છેલ્લાં દોઢ વર્ષથી યુનિવર્સિટીમાં આ પરીક્ષા લેવાઈ નથી. જેથી હવે વિદ્યાર્થીઓ પણ બીજી યુનિવર્સિટીમાં પીએચડી માટે એડમિશન લેવાનો વિચાર કરવા લાગ્યાં છે.
મુંબઈ યુનિવર્સિટીમાં આ પૂર્વે ૨૬ અને ૨૭ ઑગસ્ટ ૨૦૨૨ના રોજ પેટ લેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદના ૧૮ મહિના એટલે દોઢ વર્ષ થવા છતાં યુનિવર્સિટી પ્રશાસને 'પેટ' પરીક્ષા લીધી નથી. આથી માસ્ટર્સ ડિગ્રી લઈને પીએચડી માટે તૈયાર કરી રહેલાં વિદ્યાર્થીઓ સતત પેટની રાહ જોઈ રહ્યાં છે. યુનિવર્સિટીએ પેટની તુરંત તારીખ જાહેર કરવી, એવી માગણી વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે.
રમ્યાન, યુનિવર્સિટીની પીએચડી પ્રવેશ પરીક્ષા લેવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રક્રિયા પૂર્ણ થયા બા તે બાબતની વિગત જાહેર કરાશે, માત્ર એટલું જ યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું હતું. એક વર્ષમાં જ એટલાં પાત્ર ઉમે વારો બહાર પડતાં હોય છે કે તે રેકને પીએચડી માટે એડમિશન મળતું હોતું નથી. તેમાંય હવે ોઢ વર્ષે પરીક્ષા થતાં અન્ય કેટલાંય ઉમે વારો તેમાં ઉમેરાશે અને તેની હવેની પરીક્ષામાં અને ત્યારબા પીએચડીના એડમિશનમાં પણ રસાકસીનો માહોલ જામવાની શક્યતા છે. પરંતુ તે પહેલાં તારીખ જાહેર કરવાની વિદ્યાર્થીઓની માગણી તીવ્ર બની છે.