Get The App

સ્ટીલ પાટર્સને જોડતા નટસ બોલ્ટસ કટાઇ ગયા હોવાથી પ્રતિમા તૂટી પડી

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
સ્ટીલ પાટર્સને જોડતા નટસ બોલ્ટસ કટાઇ ગયા હોવાથી પ્રતિમા તૂટી પડી 1 - image


છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા કેવી રીતે તૂટી તે નિષ્ણાતે જણાવ્યું

દરિયાઇ વાતાવરણમાં હવામાં વધુ ભેજ અને મીઠાને અને વરસાદને પગલે નટબોલ્ટસ જલ્દી કટાઇ ગયા

મુંબઇ :  છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની અંદરના માળખાના સ્ટીલના પાર્ટસને જોડતા નટ, બોલ્ટસ કટાઇ ગયા હોવાથી પ્રતિમા તૂટી પડી હોય શકે છે તેવું સ્ટ્રક્ચરલ એન્જિનિયરનું માનવું છે.

પ્રતિમાના 'એન્કલ' (પગના નીચેના અને તળિયાને જોડતો જોઇન્ટ) પર સમગ્ર માળખાનું વજન પડતું હોય છે અને સ્થિરતા માટે સૌથી મહત્વનું હોય છે આથી એન્કલની ડિઝાઇનના તબક્કા પર વિશેષ ધ્યાન આપવું જોઇએ તેવું નિષ્ણાતે કહ્યું હતું.

સ્ટ્રક્ચરલ એન્જિનિયરે કહ્યું કે આ કિસ્સામાં પવન ફૂંકાવા જેવા બાહ્યા પરિબળથી પ્રતિમા તૂટી પડી નથી પણ નટ, બોલ્ટસમાં કાટ હતો જેનાથી પ્રતિમાના અંદરના સ્ટીલના માળખાના સળિયા ભાંગી પડયા હતા તેવી સંભાવના છે. પીડબલ્યુડીના રિપોર્ટમાં નટ, બોલ્ટસ કટાઇ ગયા હોવાની ઘટનાનો ઉલ્લેખ થયો હતો.

૨૦મી ઓગસ્ટે મહારાષ્ટ્ર પીડબલ્યુડીના આસિસ્ટન્ટ એન્જિનિયરે નેવીના સંબંધિત અધિકારીઓને પત્ર લખી જણાવ્યું હતું કે દરિયાઇ પવન અને વરસાદના પગલે પ્રતિમા ફિક્સ કરવામાં વપરાયેલા નટસ, બોલ્ટસને કાટ લાગી રહ્યો હતો.

સ્ટ્રક્ચલ કન્સલટન્ટે કહ્યું કે પ્રતિમાની ફ્રેમના સ્ટીલના પાર્ટસને કાટ નહીં લાગે તે માટે પ્રક્રિયા કરવામાં આવતી હોય છે પણ પાર્ટસને જોડતા નટ બોલ્ટલની અવગણના કરવામાં આવે છે અને દરિયાઇ વાતાવરણમાં કટાઇને નબળા પડી જતા હોય છે.

જે રીતે  ફ્રેમના સ્ટીલના પાર્ટસને રંગવામાં આવે અથવા ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે તે જ રીતે નટસ, બોલ્ટસને પણ કાટથી બચાવવા આ પ્રકારના પગલાં ભરવા જોઇએ. સમુદ્ર પાસેના વિસ્તારમાં હવામાં ભેજ અને મીઠાનું પ્રમાણ વધુ હોય છે આથી આવા સ્થળે પ્રતિમા ઉભો કરવામાં નટસ, બોલ્ટસની પણ વિશેષ કાળજી લેવાવી જોઇએ. સામાન્ય રીતે પ્રોજેક્ટ સાઇટ પર નટ-બોલ્ટસ અગાઉથી ખરીદી કરીને રાખ્યા હોય છે આથી તેમને ઉપયોગ કરવા અગાઉ નટબોલ્ટસનું ચેકિંગ કરવું જરૃરી બને છે. પ્રતિમાના 'એન્કલ' પર જ સમગ્ર વજન આવતું હોવાથી ડિઝાઇનના તબક્કા પર વિશેષ ધ્યાન આપવું જોઇએ.

પ્રતિમા એક પ્રકારનું 'ઉભુ કેન્ટિલિવર' હોય છે જેમાં પાયાનો છેડો પેડસ્ટલ સાથે જોડવામાં આવે છે અને માથાનો છેડો મુક્ત હોય છે. માળખાના ફ્રેમના પાટર્સ અને બોલ્ટસ પર જ સમગ્ર વજન પડતું હોય છે અને ઇમારતમાં જેમ 'કોલમ' વળી જવાથી બાજુના પાર્સ માળખાને અડીખમ રાખવામાં ઉપયોગી નીવડે છે તેવું પ્રતિમાના કિસ્સામાં થતું નથી.

તાજેતરમાં ઓડિશાના રાઉર કેલામાં એક  હોકી સ્ટેડિયમ પાસેની ૪૦ ફૂટ ઉંચી પ્રતિમા તૂટી પડી હતી તેમાં પણ પ્રતિમાના 'એન્કલ' જ વજન ઝીલવામાં નિષ્ફળ ગયું હતું.



Google NewsGoogle News