ધો. 12માં 90ને બદલે 78 ટકા મળતાં વિદ્યાર્થિનીનો આપઘાત
ધાર્યા કરતાં ઓછાં પરિણામથી હતાશ થઈ ગઈ હતી
ભાયંદરની યુવતીએ ઘરના રસોડામાં જઈ ગળેફાંસો ખાઈ લીધો
મુંબઇ : મહારાષ્ટ્રમાં ગઈ કાલે બારમાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ બારમામાં પાસ થવાની ખુશીઓ બનાવી હતી. ત્યારે ભાયંદરમાં બારમાં ધોરણમાં ધાર્યા કરતા ઓછા ટકા મળવાથી હતાશ વિદ્યાર્થિનીએે તેના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
અનુષ્કા મેહરબાન સિંહ કબસૂરી મલાડની સરાફ કોલેજમાં કોમર્સનો અભ્યાસ કરતી હતી. તેને બારમાંની પરીક્ષામાં ૯૦ ટકાથી વધુ ગુણ મેળવવાની અપેક્ષા હતી. આ અંગે તે તેની મોટી બહેનને સતત કહેતી રહેતી હતી. આ માટે અનુષ્કાએ આખુ વર્ષ તે મુજબ અભ્યાસ પણ કર્યો હતો. જો કે,ં મંગળવારે જ્યારે બારમાં ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
આમાં અનુષ્કાને ં ૭૮ ટકા જ મળ્યા હતા. આ પરિણામ આવ્યા બાદ તે હતાશ થઈ ગઈ હતી. હતાશ દિકરીને જોઈને તેની માતાએ પણ તેને ઘણુ સમજાવ્યુ હતું, તેમજ ચિંતા ન કરવા પણ કહ્યું હતું. જો કે, પરિણામ આવ્યા બાદ તે એકદમ શાંત થઈ ગઈ હતી.
રમિયાન બપોરે ૨.૫૦ વાગ્યાના સુમારે અનુષ્કાની માતા અને નાનો ભાઈ ઘરમાં હોલમાં હતા ત્યારે અનુષ્કા રસોડામાં ગઈ હતી અને રસોડાનો રવાજો બંધ કરીને જઈને સિલીંગ પંખા સાથે નાયલોનની ોરડા વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
આ મામલે નવઘર પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો હતો. દિકરીના આવા પગલાથી તેના માતા પિતા અને તેના ભાઈને આઘાત લાગ્યો હતો.