ધો. 10 માં 85 ટકાથી ઓછું પરિણામ આવ્યું હોય તેવી પાલિકા સ્કૂલોને મેમો

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
ધો. 10 માં 85 ટકાથી ઓછું પરિણામ આવ્યું હોય તેવી પાલિકા સ્કૂલોને મેમો 1 - image


- શિક્ષકો અને હેડમાસ્તરોનો ખુલાસો પૂછવામાં આવ્યો

- ઓછાં પરિણામ માટે એકલા શિક્ષકોને જવાબદાર ગણી શકાય નહીં નોટીસ પાછી લેવા શિક્ષક સંગઠનોની માગણી

મુંબઈ : મુંબઈ મહાપાલિકા દ્વારા ધો.૧૦ની પરીક્ષામાં ૮૫ ટકાથી ઓછું પરિણામ લાવેલી સ્કૂલોને નોટીસ મોકલી શિક્ષક અને મુખ્ય અધ્યાપકો પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગે નોટીસમાં ડાયરેક્ટ મુખ્યાધ્યાપક અને વિષય શિક્ષક પાસે જવાબ માગ્યો છે. પોતાની સ્કૂલનું પરિણામ ૮૫ ટકાથી ઓછું શા માટે આવ્યું, તે પાછળ કારણ શું, એવા પ્રશ્નો નોટીસ મારફત પૂછવામાં આવ્યા છે અને તેનો સાત દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે. શિક્ષણ વિભાગની નોટીસને લીધે પોતાના કામ અને શાળાની ગુણવત્તા તરફ ધ્યાન ન આપનારા શિક્ષકો તથા હેડમાસ્તરો થથરી ગયાં છે. યોગ્ય ખુલાસો નહીં આપી શકનાર શિક્ષકો સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

વિદ્યાર્થીઓ તેમની નૈસર્ગિક બુદ્ધિથી તેમની સમજ પ્રમાણે જવાબ લખતાં હોય છે. પરીક્ષામાં જો તેમનું ઓછું પરિણામ આવે તો માત્ર શિક્ષકોને તે પાછળ જવાબદાર ગણી શકાય નહીં, અન્ય કારણો પણ પરિબળરુપ હોઈ શકે. હા, પરિણામ ઓછું આવવા બાબતે વિદ્યાર્થી, વાલીઓ સાથે વાતચીત કરી યોગ્ય ઉપાયયોજના કરી શકાય. પરંતુ તે માટે શિક્ષકોને આ રીતે મેમો આપવો તે યોગ્ય ન હોવાનું જણાવી શિક્ષક સંગઠનોએ આ નોટીસ પાછી લેવાની માગણી પણ કરી છે.


Google NewsGoogle News