રાયગઢમાં 50 પ્રવાસી સાથેની એસટી બસ પલટી ખાઈ ગઈઃ 4 જખમી
અલીબાગની પનવેલ આવી રહેલી
રસ્તાની બાજુના કઠેડા અને ઝાડના લીધે બસ અટકી જતાં મોટી દુર્ઘટના ટળી
મુંબઈ : રાયગઢમાં આજે સવારે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની બસ પલટી ખાઈ ગઈ હતી. બસમાં પ્રવાસ કરતા ૫૦ પ્રવાસીમાંથી ચારને ઈજા થઈ હતી. બીજી તરફ રસ્તાની બાજુમાં કઠેડા અને ઝાડના લીધે બસ અટકી જતા પ્રવાસીઓના જીવ બચી ગયા હતા. આ બનાવને લીધે વાહન વ્યવહારને થોડા સમય માટે અસર થઈ હતી.
અલીબાગથી એસટી બસ પનવેલ આવી રહી હતી. રાયગઢમાં અલીબાગ- પેણ રોડ પર કાર્લેખિંડ ખાતે ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. બસ રસ્તાની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી.
રસ્તાની બાજુના કઠેડા અને ઝાડના લીધે બસ ખીણમાં ખાબકી નહોતી. આ મોટા પ્રમાણમાં જાનહાની થતા બચી ગઈ હતી.
આ દુર્ઘટનામાં ઈજા થતા ચાર પ્રવાસીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.