Get The App

ધો. 10, 12 ની પરીક્ષાનું વાયરલ ટાઈમટેબલ ખોટું છે

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
ધો. 10, 12 ની પરીક્ષાનું વાયરલ ટાઈમટેબલ ખોટું છે 1 - image


વિદ્યાર્થીઓમાં મૂંઝવણ સર્જાતાં બોર્ડનો ખુલાસો

બોર્ડની વેબસાઈટ સિવાય ક્યાંય પણ વાયરલ ટાઈમટેબલને  ધ્યાને ન લેવા સૂચના

મુંબઈ - મહારાષ્ટ્ર બોર્ડની ફેબુ્રઆરી-માર્ચમાં લેવાનારી  ધો.૧૦, ૧૨ની પરીક્ષાનું ટાઈમટેબલ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. પરંતુ તે ટાઈમટેબલ અધિકૃત ન હોવાથી કોઈ વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર વહેતી ટાઈમટેબલની કોઈ અફવા પર વિશ્વાસ ન રાખવો અને બોર્ડની અધિકૃત વેબસાઈટ પર પ્રકાશિત થયેલું ટાઈમટેબલ જ અધિકૃત માનવું, એવું બોર્ડે સ્પષ્ટ રીતે જણાવ્યું છે.

મહારાષ્ટ્ર  બોર્ડની ફેબુ્રઆરી-માર્ચ ૨૦૨૫માં થનારી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાના ટાઈમટેબલ બાબતે સોશિયલ મીડિયા પર અફવા વહેતી થઈ છે. બોર્ડે સંભવિત ટાઈમટેબલ જાહેર કર્યું હતું. તેમાં ધો.૧૨ની પરીક્ષા ૧૧ ફેબુ્રઆરીથી ૧૮ માર્ચ અને ધો.૧૦ની પરીક્ષા ૨૧ ફેબુ્રઆરીથી ૧૭ માર્ચ સુધી લેવાશે, એવું કહેવાયું હતું. આ બાબતે ફાઈનલ તારીખ હજી જાહેર કરાઈ નથી. છતાં સોશિયલ મીડિયા પર આ પરીક્ષાની તારીખો જાહેર થયાની વાત વહેતી થઈ છે. 

વાયરલ પરીક્ષાના ટાઈમટેબલને કારણે વાલી-વિદ્યાર્થીઓમાં મૂંઝવણ ઊભી થઈ હતી. આથી સ્ટેટ બોર્ડે અધિકૃત  નિવેદન બહાર પાડી ખુલાસો કર્યો છે. તે મુજબ, દસમા અને બારમાની લેખિત પરીક્ષાનું વિગતવાર ટાઈમટેબલ હજી જાહેર થયું નથી. સોશિયલ મીડિયા પર જાહેર થયેલાં  ટાઈમટેબલને ધ્યાને નહિ લેવા જણાવાયું છે.



Google NewsGoogle News