ભીમા કોરેગાંવ યુદ્ધની વરસીએ સોશિયલ મીડિયા પર ખાસ વોચ

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
ભીમા કોરેગાંવ યુદ્ધની વરસીએ સોશિયલ મીડિયા પર ખાસ વોચ 1 - image


મરાઠા અનામત આંદોલનને કારણે પોલીસ વધારે સાવધ

પોલીસ અધિકારીને સામાજિક વૈમનસ્ય કે ઉશ્કેરણી ફેલાવે તેવી કોઈ પણ પોસ્ટ પર નજર રાખવા આદેશઃ વિશેષ બંદોબસ્ત ગોઠવાશે

મુંબઇ  :  ભીમા કોરેગાંવ યુદ્ધની વરસીએ મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના છે તે પહેલાં આ વખતે ખાસ તો મરાઠા અનામત આંદોલનને ધ્યાને રાખીને સોશિયલ મીડિયા પર કોઈ ઉશ્કેરણીજનક પોસ્ટ પર ચાંપતી નજર રાખવા આદેશ અપાયો છે. 

રાજ્યના ગૃહ વિભાગે પોલીસ  સત્તાવાળાઓને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની સાથે જ ઉજવણી અને તેના કાર્યક્રમો સંબંધિત સોશિય મીડિયા  પોસ્ટ પર પણ નજર રાખવાની સૂચના આપી છે.

આ મામલે સુરક્ષા પગલાં અને સોશિયલ મીડિયા મોનિટરીંગની સુચના એવા સમયે આવી છે જ્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન મરાઠા આરક્ષણ રેલીઓ ચાલી રહી છે. ી પોલિસે નિર્દેશ આપ્યો છે કે જો કોઇ ખોટા બદનક્ષીભર્યા અથવા સાંપ્રદાયિક રીતે વિભાજનકારી સંદેશાઓ ફેલાવશે તો સોશિયલ મિડીયા ગૂ્રપ એડમિન અને મેસેજ ફોરવર્ડ કરનાર બંનેને જવાબદાર ગણવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા કલેકટરે વધુમાં કહ્યું હતું કે,  ભીમા કોરેગાંવ વરસી નિમિત્તે જનમેદની ઉમટવાની હોવાથી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરતા પગલાં લીધા છે. રાજ્ય સરકારના તમામ જરૃરી નિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે 

સોશિયલ મિડીયા માર્ગદર્શિકા અનુસાર વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખોટી માહિતી આપતા, અફવાઓ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સંદેશાઓ તેમજ હોર્ડિંગ્સ અને આવી બીજી સામગ્રીવાળા પોસ્ટરો પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જો આદેશોનું ઉલ્લંઘન કરાશે તો ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

ભીમા કોરેગાંવના વિજયસ્તંભ ખાતે ં દર વર્ષે મોટી સંખ્યામાં  લોકો ભેગા થાય છે. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ વર્ષગાંઠ શાંતિપૂર્ણ ઉજવણી માટે તમામ જરૃરી પગલાં લઇ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.



Google NewsGoogle News