સિદ્ધિવિનાયક મંદિરમાં આજે અંગારકી નિમિત્તે ખાસ વ્યવસ્થા

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
સિદ્ધિવિનાયક મંદિરમાં આજે અંગારકી નિમિત્તે ખાસ વ્યવસ્થા 1 - image


દાદરથી પ્રભાદેવી નિઃશુલ્ક બસ સેવા

મુંબઇ :  આવતી કાલે મંગળવારે અંગારકી સંકષ્ટી ચતુર્થી પ્રસંગે ભક્તજનોના વણથંભ્યા પ્રવાહને ધ્યાનમાં લઈ મંદિર તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિદ્ધિવિનાયક એપ મારફત શ્રીના દર્શનનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે જેથી દેશ-વિદેશમાં ભક્તો દર્શનનો લાભ લઈ શકશે.

અંગારકી નિમિત્તે રાત્રે ૯થી ૧૦.૪૫ દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં મહાપૂજા, નૈવેદ્ય અને આરતી કરવામાં આવશે. દર્શનાર્થીઓના ધસારાને પહોંચી વળવા માટે સોમવારે મધરાતે દોઢ વાગ્યે જ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા.

પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શનાર્થીઓ માટે કોમન લાઇન, મહિલાઓ માટે અલાયદી લાઇન તેમ જ આશીર્વચન-પૂજા માટેની લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકો માટે દાદર સ્ટેશનની પશ્ચિમ બાજુથી પ્રભાદેવી માટે નિઃશુલ્ક બસસેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ફરતે પોલીસ બંદોબસ્ત તેમ જ ટ્રાફિક પોલીસની વ્યવસ્થા રાખવામાં આવી છે. વાહનોના પાર્કિંગ માટે ક્રાઉન મિલ કમ્પાઉન્ડમાં નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.

મંદિરની બહાર મંડપ બાંધવામાં આવ્યા છે. જેમાં તબીબી સારવારની સુવિધા તેમ જ ચા-પાણીની જોગવાઈ કરવામાં આવી છે. એમ સિદ્ધિવિનાયક મંદિર ન્યાસ તરફથી જમાવવામાં આવ્યું હતું.



Google NewsGoogle News