Get The App

પરભણીની હિંસા બદલ એસપી સસ્પેન્ડ, ન્યાયિક તપાસના આદેશ

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
પરભણીની હિંસા   બદલ એસપી સસ્પેન્ડ, ન્યાયિક તપાસના આદેશ 1 - image


રાજકીય પડઘા પડયા બાદ સરકારની ઘોષણા

બીડમાં સરપંચની હત્યાના કેસમાં ન્યાયિક તપાસ તથા એસઆઈટી બંનેની જાહેરાત

મુંબઈ - પરભણીની હિંસા અને બીડમાં સરપંચની ઘટનાના રાજકીય પ્રત્યાઘાતો પડતાં રાજ્ય સરકારે પરભણીના એસપીને સસ્પેન્ડ કર્યા છે. પરભણીની ઘટનાની ન્યાયિક તપાસના આદેશો અપાયા છે. બીજી તરફ બીડ જિલ્લામાં સરપંચની હત્યાની એસઆઈટી દ્વારા તપાસ તથા ન્યાયિક તપાસ એમ બંને આદેશો અપાયા છે. 

 બીડ જિલ્લામાં અરાજકતા ફેલાવવા માટે જવાબદાર લોકો તેમના રાજકીય સંબંધોને ધ્યાનમાં લીધા વિના સજા કરવાની ખાતરી પણ સરકારે વિધાનસભામાં આપી છે. 

બીડમાં કેસની ન્યાયિક અને એસઆઈટી તપાસ સાથે જિલ્લા પોલીસ અધિક્ષકની બદલી કરવામાં આવશે. આ સિવાય આ કેસના ગુનેગાર સામે મકોકા અંતર્ગત કાર્યવાહી કરીને બીડ જિલ્લાના ભૂ -માફિયા રેતી માફિયા સહિત અન્ય અન્ય પ્રકારના ગુનેગારોને શોધી કાઢીને તેમની સામે કાર્યવાહી કરાશે એમ મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું. 

તેમણે એમ પણ કહ્યું હતું કે પરભણીમાં  પોલીસ અધિકારી અશોક ઘોરબંદને સસ્પેન્ડ કરવામાં આવશે અને તેમણે  પોલીસ બળનો અતિરેક કર્યો હતો કે કેમ તે બાબત ચકાસાશે. 

ફડણવીસે કહ્યું કે મસાજોગ ગામના સરપંચ દેશમુખની હત્યાની તપાસ આઈજી રેન્કના અધિકારી હેઠળની વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) દ્વારા ત્રણથી છ મહિનાની સમયમર્યાદામાં તપાસ કરવામાં આવશે



Google NewsGoogle News