સ.પા. નેતા અબુ આઝમીની 100 કરોડની બેનામી સંપત્તિ જપ્ત

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
સ.પા. નેતા અબુ આઝમીની 100 કરોડની બેનામી સંપત્તિ જપ્ત 1 - image


માનખુર્દના વિધાનસભ્ય અને

5 વર્ષમાં ઇન્કમટેક્સના 3જી વાર દરોડા

મુંબઇ : ગત બે દિવસથી સમાજવાદી પાર્ટીના (સ.પા.) નેતા તથા ગોવંડીના ધારાસભ્ય અબુ આઝમીના સંબંધિત ઠેકાણે (નોઇડા, લખનઉ અને વારાણસી) ઇન્કમટેક્સ વિભાગે દરોડો પાડયો હતો. આ કાર્યવાહી આજે સાંજે અટકાવતા ત્રણ દિવસ ચાલેલી કાર્યવાહીમાં ઇન્કમટેક્સ વિભાગે ૧૦૦ કરોડ રૃપિયાથી વધુ બેનામી સંપત્તિ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઇન્કમટેક્સ વિભાગની ટુકડીએ  બાબતપૂર હવાઇ મથક નજીકની કરોડો રૃપિયાની  જમીન, અનેક બોગસ ફર્મ, સગા સંબંધીના નામના ફ્લેટ અને જમીનના મહત્વના દસ્તાવેજ જપ્ત કર્યા હતા. ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે તેમના નજીકના બિલ્ડર સાથે કરેલા વ્યવહારના બેંક સ્ટેટમેન્ટ અને જમીનની ખરીદી અને વેચાણ થકી લગભગ ૧૦૦ કરોડ રૃપિયા કરતાં વધુ કિંમતની બેનામી સંપત્તિ હાથ લાગી છે.

માલદહિયા ખાતે વિનાયક પ્લાઝા અને આઝમગઢમાં અબુ આઝમીના કેટલાક નજીકના લોકો પર ઇન્કમટેક્સ વિભાગે દરોડો પાડયો હોવાની જાણકારી મળી હતી. આ લોકો રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટુ રોકાણ કર્યું છે. લખનઉના વધારાના ઇન્કમટેક્સ ડિરેક્ટર ડી.પી. સિંહના નેતૃત્વ હેઠળ ચાર ટુકડીઓ તપાસ કરવા પહોંચ્યા હતા.

આઝમગઢ ખાતે કેટલાક નજીકના લોકોના નામ પર, બાબતપૂર હવાઇમથક નજીકની જમીન, બોગસ ફર્મ્સ, વિનાયક પ્લાઝામાં દુકાનો, શિવપૂરના વરુણા ગાર્ડનમાં ફ્લેટ લીધેલો છે. અબુ આઝમીના છુપા ઠેકાણા પર પાંચ વર્ષમાં ત્રીજી વખત ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડયા છે.



Google NewsGoogle News