Get The App

સાઉથના દિગ્દર્શક રાજામૌલીએ જાપાનમાં ભૂંકંપના આંચકા અનુભવ્યા

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
સાઉથના દિગ્દર્શક રાજામૌલીએ જાપાનમાં ભૂંકંપના આંચકા અનુભવ્યા 1 - image


પુત્રએ તસવીરો શેર કરીને જણાવ્યું

મુંબઇ :  દિગ્દર્શક રાજામોલી  ૧૮ માર્ચના રોજ પોતાની ફિલ્મ આરઆરઆરના સ્ક્રિનિમાં સામેલ થયા હતા. તેમની સાથે તેમની પત્ની, પુત્ર કાર્તિકેય અને પરિવારના થોડા સભ્યો પણ સામેલ થયા હતા. આ દરમિયાન ગુરુવારે સવારે તેમણે જાપાનમાં ભૂકંપના તેજ આંચકા અનુભવ્યા હતા. કાર્તિકેયે તેને પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કર્યા હતા. 

કાર્તિકેયે એક્સ એકાઉન્ટ પર લખ્યુ ંહતું કે, જાપાનમાં ભયંકર ભૂકંપનો અનુભવ થયો. અમે ૨૮મા માળા પર હતા અને ધીરે-ધીરે અચાનક જમીન હલવા લાગી હતી. આ ધરતીકંપના આંચકા છે તે સમજતા અમને થોડી પળો લાગી હતી. અણે ગભરાઇ ગયા હતા પરંતુ આસપાસના દરેક જાપાની સહજ હતો. 

કાર્તિકેયના આ ટ્વીટખી રાજામોલીના પ્રશંસકો ચિંતાતુર થઇ ગયા હતા અને સોશયલ મીડિયા પર  તેમની સલમાનતીની શુભકામનાઓ આપી રહ્યા છે.



Google NewsGoogle News