હમાસ તરફી પોસ્ટના વિવાદમાં સૌમેયા સ્કૂલનાં આચાર્યાને રાજીનામાનું કહેણ

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
હમાસ તરફી પોસ્ટના  વિવાદમાં સૌમેયા સ્કૂલનાં આચાર્યાને રાજીનામાનું કહેણ 1 - image


જોકે, આચાર્યાએ રાજીનામું આપી દેવા નન્નો ભણ્યો

ઉક્ત પ્રાચાર્યા છેલ્લાં 12 વર્ષથી આ શાળામાં છે અને ગત 7 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે 

મુંબઈ :  મુંબઈના વિદ્યાવિહાર સ્થિત સોમૈયા સ્કૂલના પ્રિન્સિપાલ અત્યારે તેમની સોશિયલ મીડિયા એક્ટિવિટીને કારણે વિવાદમાં સપડાયાં છે. ત્યારે મેનેજમેન્ટે તેમની પાસેથી રાજીનામું માગ્યું હતું. પરંતુ 'મેં મારું ૧૦૦ ટકા યોગદાન આ સ્કૂલ તથા સંસ્થા માટે આપ્યું છે.' એવું જણાવી પ્રાચાર્યા પરવીન શૈખે રાજીનામું આપવાથી ઈનકાર કર્યો છે. 

 રમિયાન ગઈ તા. ૨૪મીએ એવા અહેવાલો વાયરલ થયા હતા કે પરવિન શેખ એક્સ  પ્લેટફોર્મ પર પેલેસ્ટાઈન તરફી પોસ્ટ તથા હમાસ માટે સહાનુભૂતિ  ર્શાવતી પોસ્ટને લાઈક્ કરી રહ્યાં છે તથા કોમેન્ટ કરી રહ્યાં છે. 

ભારે વિવાદ બાદ શૈક્ષણિક સંસ્થાના સંચાલકોએ શેખને રાજીનામું ધરી દેવા આગ્રહ કર્યાનું કહેવાય છે. અહેવાલો મુજબ ગઈ

તા.૨૬ એપ્રિલના રોજ યોજાયેલી એક બેઠકમાં મેનેજમેન્ટે મને કહ્યું કે, તેમના માટે આ એક અઘરો નિર્ણય છે. પરંતુ આ રાજીનામું આપવું પડશે.જોકે, પરવીન શેખે રાજીનામું આપવાનો ઈનકાર કર્યો છે. 

તેમણે મીડિયાને જણાવ્યું હતું કે હું લોકશાહી ભારતમાં રહું છું. હું વાણી સ્વાતંત્ર્યને ઉચ્ચસ્તરે માનું છું. કારણ એ લોકશાહીનો પાયાનો પથ્થર છે. એ જૂદીવાત છે કે મારી આ અભિવ્યક્તિ આવા દૂષિત પ્રતિભાવને વધારશે અને તેમના પક્ષપાતી ેએજેન્ડાને આગળ વધારવા સહાયભૂત થશે.

સોમૈયા વિદ્યાવિહારનું મેનેજમેન્ટ કાયમ સકારાત્મક અને સહયોગ પૂરું પાડનારું રહ્યું છે અને તેમણે પરવીન શૈખના શૈક્ષણિક કાર્યની સારી સરાહના પણ કરી છે. પરંતુ તેઓ પણ આ મુદ્દે મૂંઝવણમાં મૂકાયેલાં છે અને શૈક્ષણિક સંસ્થાને કોઈ નુકશાન ન થાય તેમજ કોઈનું માનભંગ ન થાય તે રીતે આ બાબતે માર્ગ કાઢવા પ્રયત્નશીલ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે.



Google NewsGoogle News