Get The App

સલમાન ખાનને ધમકીભર્યા મેસેજ મોકલનારા ગીતકારની ધરપકડ

Updated: Nov 13th, 2024


Google News
Google News
સલમાન ખાનને ધમકીભર્યા મેસેજ મોકલનારા ગીતકારની ધરપકડ 1 - image


પોતાનું  ગીત પ્રખ્યાત બને તે માટે કર્ણાટકના સોહેલે પાંચ કરોડની ખંડણીની ધમકી આપી હતી

મુંબઈ  :      અભિનેતા સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામથી  ધમકીભર્યા મેસેજ મોકલવા અને રૃ.પાંચ કરોડની ખંડણી માંગવા બદલ ઉભરતા ગીતકારની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે ,એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

   કર્ણાટકના રાયચુરથી પકડાયેલ સોહેલ પાશા તેના દ્વારા લખાયેલું ગીત પ્રખ્યાત બને એમ ઈચ્છતો હતો.આથી તેણે આ કાવતરુ  ઘડયું હતું, એવો પોલીસે દાવો કર્યો હતો.

   મુંબઈ ટ્રાફિક પોલીસની વ્હોટ્સએપ હેલ્પલાઈન પર  ૭મી નવેમ્બરના આરોપી દ્વારા મેસેજ મોકલવામાં આવ્યા હતા.એમાં જણાવવામાં આવ્યું હતું કે  તે બિશ્નોઈ ગેંગનો સભ્ય છે અને જો સલમાન ખાન રૃ.પાંચ કરોડ નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે.

   તેઓ ધમેં સિકંદર હુંધ ગીતના લેખકને પણ મારી નાખશે, એવી ચેતવણી આપી હતી.

   મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાયચુરમાં જે મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યા હતા તેને ટ્રેક કર્યો હતો.

   તદનુસાર, એક ટીમ કર્ણાટક મોકલવામાં આવી હતી અને નંબર ધરાવતા વ્યંકટેશ નારાયણની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ ગુનામાં તેની સંડોવણી ન હોવાનું માલુમ પડયું હતું આરોપીએ ધમકી માટે તેના ફોનનો ઉપયોગ કર્યો હતો,એમ અધિકારીએ જણાવ્યું હતું.


Tags :
SongwriterarrestedSalman

Google News
Google News