મહારાષ્ટ્રમાં કળીયુગી પુત્રની કરતૂત: સગી માતાને ઢોર માર માર્યા બાદ લાકડા પર સુવડાવી આગ ચાંપી દીધી

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં કળીયુગી પુત્રની કરતૂત: સગી માતાને ઢોર માર માર્યા બાદ લાકડા પર સુવડાવી આગ ચાંપી દીધી 1 - image

Image Source: Freepik

- પોલીસે જયેશ વિરુદ્ધ હત્યાની કલમ 302 હેઠળ કેસ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી કરી 

રાયગઢ, તા. 26 ઓક્ટોબર 2023, ગુરૂવાર

Maharashtra Youth Put Mother On Fire: મહારાષ્ટ્રમાં કળયુગી પુત્રની એક ખૌફનાક કરતૂત સામે આવી છે. 26 વર્ષીય શખ્સે ભોજન પીરસવા મુદ્દે સામાન્ય વિવાદ બાદ પોતાની જ માતાને આગ હવાલે કરી દીધી હતી. પોલીસે જણાવ્યું કે, બુધવારે ઘટના સમયે ગંભીર રીતે દાઝી ગયેલા મહિલાએ આજે સવારે અલીબાગ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. 

મહિલાની ઓળખ ચંગુના નામદેવ ખોત તરીકે થઈ છે. જ્યારે આરોપી પુત્રનું નામ જયેશ છે. ઘટનાને અંજામ આપ્યા બાદ તે ફરાર થવાની ફિરાકમાં હતો પરંતુ પોલીસે તેને ઘેરીને જંગલમાંથી ધરપકડ કરી લીધી છે.

ભયાનક રીતે માતાને ઉતારી મોતને ઘાટ

આ ઘટના મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રેવદંડા પાસે નવખાર ગામમાં બની છે. પોલીસે આ મામલે જણાવ્યું કે, ભોજન પીરસવા મુદ્દે થયેલા સામાન્ય વિવાદ બાદ રોષે ભરાયેલા શખ્સે માતાને માર માર્યો અને ત્યારબાદ તે લોહીલુહાણ થઈ નીચે ઢળી પડી તો ક્રૂર પૂત્ર વૃદ્ધ માતાને ઘરની ખુલ્લી જગ્યામાં લઈ ગયો. ત્યાં સુખા લાકડા એકઠા કરીને તેના પર માતાને સુવડાવી આગ ચાંપી દીધી. 

મહિલાનો અવાજ સાંભળી પાડોશીઓ એકઠા થઈ ગયા અને પોલીસ બોલાવી

પીડાના કારણે જોર જોરથી અવાજ કરી રહેલી વૃદ્ધાનો અવાજ સાંભળી સ્થાનિક લોકો ભેગા થઈ ગયા અને તેમણે પોલીસને સૂચના આપી દીધી. સૂચના મળ્યા બાદ રાવદંડા પોલીસ સ્ટેશનના અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા અને ઘાયલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું. પોલીસે જયેશ વિરુદ્ધ હત્યાની કલમ 302 હેઠળ કેસ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી કરી છે.


Google NewsGoogle News