શિર્ડીમાં જમાઈનો આતંકઃપત્ની, સાળા તથા દાદી સાસુની હત્યા

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
શિર્ડીમાં જમાઈનો આતંકઃપત્ની, સાળા તથા દાદી સાસુની હત્યા 1 - image


ઘરમાં સાસરિયાંની દખલથી ત્રસ્ત હતો

ચાકુના આડેધડ ઘા મારતાં સાસુ-સસરા, સાળીને પણ ગંભીર ઈજા

મુંબઇ : કૌટુંબિક વિવાદને લીધે જમાઇએ ઘરમાં ઘૂસી ચાકૂના ઘા ઝીંકી પત્ની, સાળા, દાદી સાસુની કરપીણ હત્યા કરી હતી. આ હુમલામાં આરોપીના સાસુ, સસરા, સાળીને ગંભીર ઇજા થઇ હતી, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.

શિરડી નજીક સાવળી વિહીરની વર્ષા ગાયકવાડના લગ્ન સંગમેનર ખુર્દના સુરેશ નિકમ સાથે થયા હતા. છેલ્લા થોડા સમયથી બંને વચ્ચે નજીવા કારોણસર ઝઘડો થતો હતો. આખી તે વારંવાર પિયરે જતી રહેતી હતી. 

સાસુ, સસરા, સાળા, સાળીની વધતી જતી દખલગીરીથી તે નારાજ હતો. વર્ષાએ તેના પતિ વિરુદ્ધ સંગમનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. હાલમાં વર્ષા પિયરમાં રહેતી હતી. આરોપી સુરેશ તેને ફોન કરતો હતો. પણ તે કોઇ જવાબ આપતી નહોતી. તે ગુસ્સામાં હતો. ગઇકાલે રાતે તે રોશન નિકમ સાથે સાવળી વિહાર પહોંચ્યો હતો. તેણે સસરાના ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો તેમણે દરવાજો ખોલતા જ આરોપી સુરેશે સામે આવતી દરેક વ્યક્તિ પર ચાકૂથી હુમલો કર્યો હતો. તેણે છ જણને ચાકૂના ઘા ઝીંકી લોહી લુહાણ કરી દીધા હતા. પછી નાસી ગયો હતો.

આ હુમલામાં પત્ની વર્ષા, સાળારોહિત ગાયકવાડ (ઉં.વ. ૨૫), દાદી સાસુ હિરાબાઇ ગાયકવાડનું મોત નિપજ્યું હતું. જ્યારે સાળી યોગિતા ગાયકવાડ, સાસુ સંગીતા, સસરા ચાંગદેવ ઘાયલ થયા હતા. પોલીસે કેસ નોંધી ઝીણવટભરી તપાસ હાથધરી નાશિકથી બંને આરોપીની ધરપકડ કરી હતી.



Google NewsGoogle News