માગેલી ચીજો ન મળતાં પુત્રનો આપઘાતઃ આઘાતથી પિતાએ પણ જીવન ટૂંકાવ્યું
પાક નિષ્ફળ જતાં ખેડૂત પિતા પર ભારે દેવું થઈ ગયું હતું
પિતા પાસે 19 વર્ષના પુત્રને કપડાં, મોબાઈલ, અભ્યાસ સામગ્રી અપાવવાના પૈસા ન હતા :ઝાડ પરથી પુત્રનો મૃતદેહ ઉતાર્યા બાદ તે જ દોરડાંથી પિતાનો પણ આપઘાત
મુંબઈ - નાંદેડમા સતત પાકની નિષ્ફળતાના કારણે આર્થિક સમસ્યા અને કરજના લીધે ખેડૂત પિતા અને પુત્રની આત્મહત્યાને કારણે ચકચારજાગી છે. આર્થિક સંકડામણને લીધે પિતાએ નવા કપડા, અભ્યાસની સામગ્રી તેમજ નવો મોબાઇલ ફોન ખરીદવા પૈસા ન આપી શકતા પુત્રએ જીવનટૂંકાવી લીધું હતું. આની જાણ થતા પિતાએ પણ આત્મહત્યા કરી હતી.
નાંદેડમાં બિલાલી તાલુકામાં મિનકી ખાતે ખેડૂત રાજેન્દ્ર પૈલવાર (ઉ.વ.૪૩) બે એકર જમીન ધરાવે છે. તેણે ખેતર પર બેન્ક પાસેથી ચાર લાખની લોન લીધી હતી. તે કરજ, સતત નાપાક, પુત્રના શિક્ષણના ખર્ચને લઇને ચિંતામાં હતો. પુત્ર ઓમકાર (ઉ.વ.૧૯), ઉદગીરમાં ભણતો હતો.
તે મકરસંક્રાતિ નિમિત્તે ઘરે આવ્યો હતો. તેણે પિતા પાસે નવા કપડા, અભ્યાસની સામગ્રી તેમજ નવો મોબાઇલ ફોન ખરીદવા માટે પૈસાની માંગણી કરી હતી. પિતાએ પૈસા ન હોવાથી થોડા દિવસ રાહ જોવા કહ્યું હતું. આથી તે ગુસ્સે થયો હતો.
પછી પુત્રએ ખેતરમાં ઝાડ પર લટકીને ગળા ફાંસો ખાધો હતો. પિતાએ ઘરમાંથી ગાયબ ઓમકારની શોધખોળ કરી હતી. ઝાડ પર તેનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતો આ જોઇને રાજેન્દ્ર માનસિકરીતે ભાંગી ગયો હતો. પિતાએ ઝાડ પરથી પુત્રનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો. ત્યાર બાદ પુત્રએ આત્મહત્યા કરી એ જ દોરડાથી ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટનાને પગલે સર્વગ અરેરાટી વ્યાપી ગઇ હતી.