નાશિક જિલ્લામાં 10 દિવસ બાદ કાંદાના લીલામની ધીમી શરૃઆત

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
નાશિક જિલ્લામાં 10 દિવસ બાદ કાંદાના લીલામની ધીમી શરૃઆત 1 - image


વેપારીઓને નોટિસો ફટકારવાની શરૃઆત

5 હજાર ક્વિન્ટલ કાંદાનું લીલામ

મુંબઇ :  નાશિક જિલ્લામાં છેલ્લાં દસ દિવસથી કાંદાનું લીલામ બંધ રાખનારા વેપારીઓને શો-કોઝ નોટિસો ફટકારવાની શરૃઆત થયા પછી બીજી તરફ લાસલગાંવની વિંચુર સબ-માર્કેટમાં આજથી લીલામ  શરૃ કરવામાં આવ્યું હતું. પહેલે દિવસે પાંચ હજાર ક્વિન્ટલ કાંદાનું વેચાણ થયું હતું.

નાશિક જિલ્લાની લાસલગાંવ હોલસેલ માર્કેટના ચેરમેન બાળાસાહેબ ક્ષીરસાગરે જણાવ્યું હતું કે કાંદાના લીલામનો છેલ્લા દસ દિવસથી બહિષ્કાર કરનારા વેપારીઓને અમે  શોકોઝ નોટિસ મોકલવાની શરૃઆત કરી દીધી છે.

કાંદાની નિકાસ ડયુટી વધારીને ૪૦ ટકા કરવામાં આવી છે એ પાછી ખેંચવા અને કાંદાની યોગ્ય કિંમત આપવાની માગણી સાથે કાંદાના વેપારીઓને આંદોલન છેડયું છે. નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર તેમ જ કેન્દ્રના વાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલ  સાથે થયેલી મીટિંગમાં મડાગાંઠનો ઉકેલ નથી આવ્યો.

નાશિકમાં કાંદાનું લીલામ બંધ રહ્યું એટલે નવી મુંબઇ એપીએમસી માર્કેટમાં માલની આવક ઓછી થવાથી ભાળ વધવા માંડયા છે.

 કાંદાના મામલે સરકાર ગંભીર નથી  ઃ સુળે

મહારાષ્ટ્રના માર્કેટિંગ ખાાના પ્રધાન અબ્દુલ સત્તાર આજે કેન્દ્રની એજન્સીઓના સત્તાવાળાને મળ્યા હતા અને કાંદાના લીલામની મડાગાંઠના ઉકેલ માટે પ્રયાસ કર્યો હતો. જોકે રાજ્યના કોઇ સિનિયર પ્રધાનો કે કાંદા ઉત્પાદકોના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર નહોતા. આ જ દેખાડે છે કે કાંદાની સમસ્યાના ઉકેલ બાબત કેન્દ્ર અને રાજ્ય સરકાર ગંભીર નથી એમ સાંસદ સુપ્રીયા સુળેએ જણાવ્યું હતું.



Google NewsGoogle News