લાસલગાંવ એપીએમસીમાં ઉનાળુ કાંદાની ધીમી આવક શરૃ
આ મહિનાને અંતે ખરીફ કાંદાની આવક બંધ થઇ જશે
ઉનાળુ કાંદા વધારે સમય ટકતા હોવાથી તેની આવક વધતા વેપારીઓ પૂરજોશમાં સંગ્રહ કરવા માંડશે
મુંબઇ : નાશિક જિલ્લામાં લાસલગાવની એપીએમસી (અગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ)ની બજારમાં ઉનાળું કાંદાની આવક શરૃ ધીરે ધીરે થઇ ગઇ છે જોકે કાંદાનું અત્યાર સુધીમાં જેટલું લીલામ થયું છે તેના ૧૪ ટકા માલ જ ઉનાળું કાંદાનો છે આમ આવક ઓછી રહી છે.
એશિયાના સૌથી મોટા કાંદા બજાર તરીકે જાણીતા લાસલગાંવમાં સોમવારે ૧૨ હજાર ક્વિન્ટલ કાંદાનું લીલામ થયું હતું, આમાંથી માત્ર ૧૭૦૦ ક્વિન્ટલ ઉનાળું કાંદાનો સમાવેશ થતો હતો. બાકીના ખરીફ સિઝનના કાંદા હતા.
લાસલગાંવ માર્કેટના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ગયા અઠવાડિયે દરરોજ ૧૭ હજાર ક્વિન્ટલ કાંદાની આવક થઇ હતી. આમાં ખરીફ કાંદાનું પ્રમાણ જ વધુ હતું. આ મહિનાને અંતે ખરીફ કાંદાની આવક સંપૂર્ણપણે બંધ થઇ જશે.
ઉનાળું કાંદાની આવકમાં ધીરે ધીરે વધારો થવા માંડશે. આવતા અઠવાડિયે આવકમાં પચ્ચીસ ટકા વધારો થશે અને મહિનાને અંતે આવક ૪૫ ટકા જેટલી વધી જશે.
ઉનાળું કાંદા છ થી સાત મહિના ટકી શકે છે. એટલે જ વેપારીઓ તેનો સંગ્રહ કરવાનું પસંદ કરે છે. જેથી માંગ ઉભી થતા ઉંચા ભાવે વેંચી શકાય.
ઉનાળું કાંદાનો પારક માર્ચ એપ્રિલમાં લણવામાં આવે છે, ત્યાર પછી સાડાપાંચ મહિના પછી નવો પાક લેવાતો નથી. ખરીફ કાંદાની ઓકટોબર મહિનાથી શરૃ થઇ જાય છે.
રમ્યાન લાસલગાંવ માર્કેટમાં ડુંગળીનો સરેરાશ હોલસેલ ભાવ ૧,૮૪૦ રૃપિયે ક્વિન્ટલ રહ્યો છે. આમાં મહધામ ભાવ ૧૯૭૫ રૃપિયા અને લધુધામ ભાવ ૯૦૦ રૃપિયા નોં ાયો હતો. મંગળવારે માર્કેટમાં ૧૦ હજાર ક્વિન્ટલ કાં ાનું લીલામ કરવામાં આવ્યું હતું.