દિશા સાલિયાનના ભેદી માટેના મામલે આદિત્ય ઠાકરે સામે એસઆઇટી તપાસ?

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
દિશા સાલિયાનના ભેદી માટેના મામલે આદિત્ય ઠાકરે સામે એસઆઇટી તપાસ? 1 - image


ગયા વર્ષે એસઆઇટી તપાસનો આદેશ અપાયેલો ઃ ફડણવીસ

શિવસેના (ઉદ્ધવ)ના યુવા નેતા સામે ભીંસ વધવાના એંધાણ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના રહસ્યમય મૃત્યુ બાબતે ગત શિયાળુ અધિવેશનમાં રાજ્યના ગૃહ વિભાગના અખત્યાર સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપેલા આદેશ અનુસાર હવે એસ.આઇ.ટી (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટેડ ટીમ) શિવસેના (યુ.બી.ટી.)ના નેતા આદિત્ય ઠાકરેની ઝીણવટભરી તપાસ કરશે, એવી શક્યતા છે. આ બાબતે એકાદ દિવસમાં એસ.આઇ.ટી તપાસનો ઓર્ડર કાઢતા આદિત્ય ઠાકરે સામે મુશ્કેલીઓ વધી જશે.

દરમિયાન એડિશનલ પોલીસ કમિશનર નેતૃત્વ હેઠળ એસ.આઇ.ટી.ની ટીમ તપાસનું કામ કરશે. શિયાળુ અધિવેશનના પ્રથમ દિવસે આદિત્ય ઠાકરેનો મામલો સામે આવતાં તેના પ્રત્યાઘાત અધિવેશનમાં પડશે એવી શક્યતા છે.

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુના મામલે શિંદે ગુ્રપની શિવસેનાના સાંસદ રાહુલ શેવાળેએ ઉદ્ધવ ઠાકરે ગુ્રપના ધારાસભ્ય આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપ મૂક્યો હતો. સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પહેલા સુશાંતસિંહની મિત્ર રિયા ચક્રિવરતીને ''એ યુ'' નામે સેવ કરેલા નંબર પરથી ૪૪ ફોન આવ્યા હતા. ''એ યુ''નો અર્થ આદિત્ય ઠાકરે થાય છે. એવો રાહુલ શેવાળે લોકસભામાં મુદ્દો ઉપસ્થિત કરીને તપાસની માગણી કરી હતી. આ સિવાય અનેક ધારાસભ્યોએ આ મામલે તપાસની માગણી કરતા ૨૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ નાગપુર ખાતે શિયાળુ અધિવેશનમાં એસ.આઇ.ટી. મારફતે તપાસની જાહેરાત કરી હતી.

દિશા સાલિયનના રહસ્યમ  મૃત્યુના કેસ સામે આદિત્ય ઠાકરેની સંડોવણી હોવાનો ભાજપના સાંસદ નારાયણ રાણે અને ધારાસભ્ય નિતિશ રાણે આરોપ મૂક્યો હતો. આથી હવે એસ.આઇ.ટી દ્વારા આદિત્ય ઠાકરેની તપાસ થઇ શકે છે. એવું જાણવા મળ્યું છે. 

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં ગત શિયાળુ અધિવેશન વખતે એસ.આઇ.ટી. થકી તપાસનો આદેશ આપ્યો હતો. દિશા સાલિયનના મૃત્યુના કેસમાં આદિત્ય ઠાકરે તે વેળા ક્યા હતા? એવા પ્રશ્ન ઉપસ્થિત ઉભા કર્યા હતા. ત્યારબાદ દિશા સાલિયાનના પરિવારે રાણે પિતા- પુત્ર વિરુદ્ધ બદનામી કરવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ નારાયણ રાણેને તપાસ માટે માલવણી પોલીસ સ્ટેશનમા બોલાવ્યા હતા.

સાલિયનના મૃત્યુના કેસ પર અનેક વેળા પત્રકાર પરિષદ લઇને દિશા સાલિયનના મૃત્યુ પર આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપ મૂક્યા હતા. દિસા સાલિયનની હત્યા ૮ જૂનના રોજ થઇ હતી. સુશાંતની હત્યા ૧૩ જૂને થઇ હતી. અમારા નિવેદન બાદ મને ઉદ્ધવ ટાકરેનો ફોન આવ્યો હતો. મંત્રીની ગાડી હતી એવું બોલશો નહીં. આ મેં મારા જવાબમાં પોલીસને કહેશો નહીં. તમને પણ પુત્ર છે. તમે આમ કરશો નહિ. એવું કગરવા લાગ્યા હતા. હકીકતમાં દિશા સાલિયનના કેસની ફાઇલ બંધ કરવામાં આવતી હતી. સરકાર ગુનેગારોને સંરક્ષણ આપતી હોવાનો આરોપ રાણેએ કર્યો હતો. 

દિસા સાલિયન મૃત્યુ કેસ શું છે?

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનું ૧૩ જૂન ૨૦૨૦ના રોજ અવસાન થયું હતું. સુશાંતના મૃત્યુના પાંચ દિવસ પહેલા તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનનું મૃત્યુ થયું હતું. તેના શંકાસ્પદ મૃત્યુની ઘટના ૯ જૂન ૨૦૨૦ના રોજ પ્રકાશમાં આવી હતી. મુંબઇના મલાડમાં એક ઇમારતના ૧૪મા માળેથી પડી જવાથી તેનું મૃત્યુ થયું હોવાના અઙેવાલ છે. જેમાં તેણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.

ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે તેનું મૃત્યુ સુશાંતસિંહ રાજપૂતના પ્રાપ કેસ સાથે સંબંધિત હતું. આ મામલામાં હવે આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી રહી છે. પરંતુ આ પ્રકરણને રાજકીય વલણ મળતાં દિશા પર સામૂહિક બળાત્કાર કરીને આત્મહત્યા કર્યો હોવાનો આરોપ મૂકાયો હતો.


Google NewsGoogle News